આજે G20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાશે, PM મોદી કરશે નેતૃત્વ, પુતિન અને ચીનના વડાપ્રધાન લેશે ભાગ

રશિયા-યુક્રેન યુદ્ધ અન ઈઝરાયલ-હમાસ સંઘર્ષની અસર અંગે પણ ચર્ચા થશે

ભારતના G-20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટની સફળ યજમાની બાદ સ્થિતિ બદલાઈ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
આજે G20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાશે, PM મોદી કરશે નેતૃત્વ, પુતિન અને ચીનના વડાપ્રધાન લેશે ભાગ 1 - image


Virtual Conference Of G-20 To Be Held Today : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ આજથી ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં જૂથના વાર્ષિક સંમેલનમાં નક્કી કરાયેલા પરિણામો અને કાર્યવાહીના મુદ્દાઓને આગળ વધારશે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અન ઈઝરાયલ-હમાસ સંઘર્ષની અસર અંગે પણ ચર્ચા થશે.

પીએમ મોદી કરશે નેતૃત્વ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 નેતાઓની આ ડિજિટલ સમિટનું આયોજન કરે તેના એક દિવસ પહેલા ભારતે જણાવ્યું હતું કે આ બેઠક દિલ્હી ઘોષણાના અમલીકરણ પર ચર્ચા કરવા, મુખ્ય પડકારો પર સહકાર વધારવા અને વૈશ્વિક શાસનમાં ખામીઓને દૂર કરવાની તક આપશે. 

અમિતાભ કાંતે આપી માહિતી 

સમિટ અંગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતના G-20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટની સફળ યજમાની બાદ સ્થિતિ બદલાઈ છે. નવી દિલ્હી ઘોષણા સર્વસંમતિથી સ્વીકારવામાં આવી ત્યારથી વિશ્વએ એક પછી એક ઘણી ઘટનાઓ જોઈ છે અને ઘણા નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસ હશે. 


Google NewsGoogle News