Get The App

પુતિનનું આમંત્રણ મળતાં PM મોદી ફરી જશે રશિયાના પ્રવાસે, 16મી બ્રિક્સ સમિટમાં લેશે ભાગ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
પુતિનનું આમંત્રણ મળતાં PM મોદી ફરી જશે રશિયાના પ્રવાસે, 16મી બ્રિક્સ સમિટમાં લેશે ભાગ 1 - image


PM Modi Viit To Russia : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 22-23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ યોજાવાની છે, જેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. ‘સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવા’ની થીમ પર આયોજિત સમિટમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નેતાઓને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પુરુ પાડશે.

મોદીની અન્ય નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠક

આ સંમેલનમાં અનેક દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત અને બેઠકો પણ યોજાવાની છે. આ સમિટ BRICS દ્વારા હાથ ધરાયેલ પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પૂરી પાડશે. મોદી રશિયામાં તેમના સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી બનતાં જ ઓમર અબ્દુલ્લાહ એક્શનમાં, જમ્મુ-કાશ્મીરનો રાજ્યને દરજ્જો આપવા પ્રસ્તાવ પાસ

બ્રિક્સના સભ્ય દેશો

રશિયા આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈથોપિયા, ઈજીપ્ત, આર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત તેના નવા સભ્યો છે.

મોદી જુલાઈમાં રશિયા ગયા હતા

આ પહેલા આઠમી જુલાઈએ વડાપ્રધાન મોદી રશિયાની બે દિવસની મુલાકાતે ગયા હતા. અહીં રશિયાના રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાનને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’ આપી સન્માન કર્યું હતું. આ સન્માન બદલ મોદીએ પુતિનનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે તેમજ ભારત અને રશિયા વચ્ચેના વર્ષો જૂની ગાઢ મિત્રતાનું પ્રતિબિંબ છે.

આ પણ વાંચો : I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ફરી આ વાતથી નારાજ થયા અખિલેશ યાદવ, શું કરશે રાહુલ ગાંધી?


Google NewsGoogle News