ભારત શાંતિના પક્ષમાં: PM મોદીએ યુક્રેન-રશિયાને વાતચીતની સલાહ આપી, ચાર મહત્ત્વના કરાર પણ થયા
Image: IANS |
PM Modi Meets Ukraine President Zelenskyy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન મુલાકાતે છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે બેઠક યોજી ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં બંને દેશો વચ્ચે ચાર મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વડાપ્રધાન મોદીએ જેલેન્સ્કીને મળ્યા બાદ કહ્યું કે, યુદ્ધથી સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં. વાતચીત અને રણનીતિના આધારે સમસ્યા ઉકેલાય છે. બંને પક્ષે એકબીજા સાથે વાતચીત શરૂ કરવી જોઈએ. સમય વેડફ્યા વિના રશિયા-યુક્રેનને એકબીજા સાથે વાત કરવી જોઈએ.
શાંતિની અપીલ સાથે ભારતની સક્રિય ભૂમિકા
વધુમાં મોદીએ કહ્યું કે, શાંતિના પ્રયાસમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. બંને દેશો વચ્ચે માનવીય મદદ, કૃષિ, ફૂડ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહયોગ વધારવા સંદર્ભે મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું સમાધાન લાવે તેવો અંદાજ યુરોપિયન યુનિયન દ્વારા આપવામાં આવ્યો છે.
યુદ્ધ બાળકો માટે વિનાશકારીઃ PM મોદી
જેલેન્સ્કીને મળ્યા બાદ વડાપ્રધાને કહ્યું કે, યુદ્ધની ભયાનકતાથી દુઃખ થાય છે. યુદ્ધ બાળકો માટે વિનાશકારી છે. મોદીએ જેલેન્સ્કીને મળ્યા બાદ કિવમાં સ્થિત નેશનલ મ્યુઝિયમની મુલાકાત લઈ યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યુરોપિયન યુનિયનના મહાસચિવ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે અપેક્ષા વ્યક્ત કરી છે કે, વડાપ્રધાન મોદીનની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે. જે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ભારતના આ વિદેશ મંત્રી પર યુક્રેન પ્રવાસે
વડાપ્રધાન મોદી સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસ અજીત દોવલ સહિત અન્ય નેતા પણ યુક્રેનના પ્રવાસે છે. તેઓ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની બેઠકો યોજી હતી. જ્યાં દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. બંને રાષ્ટ્રો વચ્ચે કરારો અને સહયોગને ઔપચારિક બનાવવા માટે દસ્તાવેજોની આપ-લે પણ થઈ પણ થઈ હતી.