Get The App

ત્રણ રાજ્યોમાં મળેલી પ્રચંડ જીત પર વડાપ્રધાન મોદીએ તમામ કાર્યકર્તાઓને આપી શુભેચ્છા, આપ્યો ખાસ સંદેશ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર નક્કી

ભાજપની પ્રચંડ જીત પર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા : વડાપ્રધાન

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
ત્રણ રાજ્યોમાં મળેલી પ્રચંડ જીત પર વડાપ્રધાન મોદીએ તમામ કાર્યકર્તાઓને આપી શુભેચ્છા, આપ્યો ખાસ સંદેશ 1 - image

Election result 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે મતગણતરી થઈ રહી છે. મધ્યપ્રદેશની સાથોસાથ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર બનતી નજરે પડી રહી છે. આ સિવાય તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, મધ્ય પ્રદેશમાં ફરી ભાજપ સરકાર હશે. ત્યારે કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢને ગુમાવી દીધું છે. પરંતુ તેણે BRS પાર્ટીએ તેલંગાણાને છીનવી લીધું છે. અહીં KCR જીતની હેટ્રિક ન લગાવી શક્યા. ત્યારે વડાપ્રધાન મોદીએ ભાજપની પ્રચંડ જીત પર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા આપી. 

વડાપ્રધાને 'X' પર લખ્યું કે, જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામ બતાવી રહ્યા છે કે, ભારતની જનતાનો ભરોસો માત્ર અને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં છે, તેમનો ભરોસો ભાજપમાં છે. ભાજપ પર પોતાનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવવા માટે હું તમામ રાજ્યોના પરિવારજનોનો, ખાસ કરીને માતાઓ-બહેનો-દીકરીઓનો, અમારા યુવા વોટર્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હું તેમને ભરોસો અપાવું છું કે, તમારા કલ્યાણ માટે અમે સતત અથાગ પરિશ્રમ કરતા રહીશું. આ અવસર પર પાર્ટી તમામ પરિશ્રમી કાર્યકર્તાઓનો વિશેષ રીતે આભાર! આપ સૌએ અદભુત ઉદાહરણ રજૂ કર્યું છે. ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને તમે જે રીતે લોકો વચ્ચે પહોંચાડી, તેમની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. અમે વિકસિત ભારતના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યા છીએ. આપણને ના અટકવાનું છે, ના અટકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવાનું છે. આજે આ દિશામાં આપણે મળીને એક સશક્ત પગલું ભર્યું છે.

અમિત શાહે આપી જીતની શુભેચ્છા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ત્રણ રાજ્યોમાં ભાજપની જીત માટે જનતાને શુભકામના પાઠવી અને કહ્યું કે, આ જીત મોદીજીના નેતૃત્વ પર જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. આ શાનદાર જીત માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને શુભકામના અને તમામ કાર્યકર્તાઓને ખુબ-ખુબ શુભેચ્છા.

જનાદેશનો સ્વીકાર કરીએ છીએ : રાહુલ ગાંધી

Election result 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે મતગણતરી થઈ રહી છે. મધ્યપ્રદેશની સાથોસાથ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર બનતી નજરે પડી રહી છે. આ સિવાય તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, મધ્ય પ્રદેશમાં ફરી ભાજપ સરકાર હશે. ત્યારે કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢને ગુમાવી દીધું છે. પરંતુ તેણે BRS પાર્ટીએ તેલંગાણાને છીનવી લીધું છે. અહીં KCR જીતની હેટ્રિક ન લગાવી શક્યા. ત્યારે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોની હાર પર લખ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના જનાદેશ અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. વિચારધારાની લડાઈ યથાવત્ રહેશે. તેલંગાણાના લોકોને મારો ખુબ આભાર. તમામ કાર્યકર્તાઓનો તેમની મહેનત અને સમર્થન માટે દિલથી આભાર.


Google NewsGoogle News