Get The App

વડાપ્રધાન મોદીએ રેમલ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યો માટે કરી પ્રાર્થના, GDPમાં ઉછાળાની પણ ખુશી વ્યક્ત કરી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીએ રેમલ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યો માટે કરી પ્રાર્થના, GDPમાં ઉછાળાની પણ ખુશી વ્યક્ત કરી 1 - image


PM Modi in Tamil Nadu : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ મેમોરિયલમાં ધ્યાન સાધના પર બેઠા છે. જોકે આ દરમિયાન તેમણે ટ્વિટ કરીને રેલમ વાવાઝોડા (Cyclone Remal)થી પ્રભાવીત રાજ્યોની ચિંતા વ્યક્ત કરી પ્રાર્થના કરી છે. આ ઉપરાંત તેમણે GDPમાં ઉછાળાથી દેશના અર્થતંત્રને મળેલા વેગ અંગે પણ ખુશી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીએ રેમલ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોની ચિંતા વ્યક્ત કરી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘કમનસીબે વાવાઝોડું રેમલના કારણે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં કુદરતી આફતો જોવા મળી છે. મારી પ્રાર્થનાઓ એ તમામ લોકો સાથે છે જેઓ ત્યાં પ્રભાવિત થયા છે. મેં વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. અસરગ્રસ્તોની મદદ માટે અધિકારીઓ જમીન પર કામ કરી રહ્યા છે.

વડાપ્રધાને GDPમાં ઉછાળાની ખુશી વ્યક્ત

આ ઉપરાંત તેમણે અન્ય એક ટ્વિટમાં GDPમાં ઉછાળાથી દેશના અર્થતંત્રને મળેલા વેગ અંગે પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ‘2023-24ના ચોથા ક્વાર્ટરમાં જીડીપીનો વૃદ્ધિ ડેટા આપણી અર્થવ્યવસ્થામાં મજબૂત વેગ દર્શાવે છે અને તે વધુ વેગ આપવા માટે તૈયાર છે. આપણા દેશના મહેનતુ લોકોનો આભાર... વર્ષ 2023-24માં જીડીપીમાં 8.2 ટકાની વૃદ્ધિ એ દર્શાવે છે કે, ભારત વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહ્યું છે. મેં કહ્યું તેમ, આ ફક્ત ટ્રેલર છે...’


Google NewsGoogle News