VIDEO| રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં PM મોદીની રામેશ્વરમમાં સમુદ્ર કિનારે પવિત્ર 'ડૂબકી'

તેમણે ભગવાન રામનાથસ્વામીના મંદિરમાં પૂજા કરી હતી

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
VIDEO| રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં PM મોદીની રામેશ્વરમમાં સમુદ્ર કિનારે પવિત્ર 'ડૂબકી' 1 - image

image : DD News 



Ram Mandir News and PM Modi | અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી દેશના અનેક મંદિરોમાં જઈને દર્શન કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં તેઓ તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે રામેશ્વરમમાં અંગી તીર્થ સમુદ્ર કિનારે પવિત્ર ડૂબકી લગાવી હતી. ત્યારબાદ તેમણે ભગવાન રામનાથસ્વામીના મંદિરમાં પૂજા કરી હતી. જેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. 

મંદિરમાં પૂજા કરી 

પીએમ મોદીએ રુદ્રાક્ષની માળા પહેરીને તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. પૂજારીઓ દ્વારા તેમને પરંપરાગત સન્માન અપાયું હતું. તેમણે મંદિરમાં આયોજિત ભજનોમાં પણ ભાગ લીધો હતો. આ શિવ મંદિરનો સીધો સંબંધ રામાયણ સાથે પણ છે કેમ કે અહીં શિવલિંગ શ્રી રામ દ્વારા સ્થાપિત કરાયો હોવાની માનતા છે. ભગવાન રામ અને સીતા દેવીએ અહીં પ્રાર્થના કરી હતી. તિરુચિરાપલ્લી જિલ્લામાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી અહીં પહોંચ્યા હતા. 

VIDEO| રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં PM મોદીની રામેશ્વરમમાં સમુદ્ર કિનારે પવિત્ર 'ડૂબકી' 2 - image


Google NewsGoogle News