અમદાવાદમાં આવતી કાલે 'ફાઈનલ' જંગ : વર્લ્ડ કપમાં PM મોદી સહિત 100થી વધુ VVIP મહેમાનો આપશે હાજરી

ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન નિહાળશે મેચ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં આવતી કાલે 'ફાઈનલ' જંગ : વર્લ્ડ કપમાં PM મોદી સહિત 100થી વધુ VVIP મહેમાનો આપશે હાજરી 1 - image


World Cup 2023 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 100થી વધુ VVIP મહેમાનો હાજરી આપવાના છે. જેમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન, ગૃહ રાજ્ય મંત્રી, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ, સિંગાપોર, યુએસ, UAEના એમ્બેસેડર જેવી દેશ-વિદેશની મોટી હસ્તીઓ આવશે. આ સિવાય 8થી વધુ રાજ્યોના સીએમ પણ આવવાના છે. આ ઉપરાંત દેશના કેટલા મોટા ઉદ્યોગપતિઓ પણ આ પલને માણવા હાજર રહેવાના છે. 

વર્લ્ડકપના મહામુકાબલામાં મહારથીઓ રહેશે હાજર

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 
  • ગૃહમંત્રી અમિત શાહ 
  • ગૃહ રાજ્ય મંત્રી
  • ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન 
  • સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ 
  • સિંગાપોર, યુએસ, UAEના એમ્બેસેડર 
  • 8થી વધુ રાજ્યોના CM
  • ઉદ્યોગપતિ : લક્ષ્મી મિત્તલ અને તેમનો પરિવાર, નીતા અંબાણી અને તેમનો પરિવાર
  • કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, જ્યોતિ આદિત્ય સિંધિયા
  • RBIના ગવર્નર 
  • ગુજરાત, તમિલનાડુ અને અનેક રાજ્યના મંત્રીઓ 
  • તમિલનાડુના મિનિસ્ટર ફોર યુથ વેલ્ફર ઉદયનિધિ 
  • બોલીવુડ કલાકારો :  અક્ષય કુમાર, અજય દેવગન આવશે. આ સિવાય અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન અને રામચરણ આવે તેવી શક્યતા

મોદી સ્ટેડિયમની અંદર-બહાર અને ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત

વહેલી સવા૨થી જ સ્ટેડિયમની અંદર અને બહાર ચૂસ્ત બંદોબસ્ત પછી પણ પોલીસની પરીક્ષા મોડીરાત સુધી રહેશે. ભારત ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન બનશે તેવી ગણતરીથી પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત જીતી જશે તે સાથે જ લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર ઉજવણી કરવા નીકળશે તે સ્વાભાવિક છે. આ સમયે શહેર પોલીસના ૫૦૦૦પોલીસ કર્મચારીઓ નિશ્ચિત રસ્તાઓ અને ચાર રસ્તાઓ ઉપર બંદોબસ્ત માટે આવી પહોંચે તેવું આયોજન પણ કરાયાનું સૂત્રોએ જણાવ્યું હતું. સ્ટેડીયમ અને વીવીઆઈપી બંદોબસ્તને બાદ કરતાં શહેર પોલીસનાસુરક્ષા આયોજનો કેટલા સફળ રહેશે તે તો રવિવારે જ ખબર પડશે.

અત્યાર સુધીમાં ભારતનું આ વર્લ્ડ કપમાં પ્રદર્શન

જો મેચ પહેલા ટીમના  પાંચ ટોચના બોલરો અને પાંચ ટોચના બેટ્સમેનોના આંકડા જોવામાં આવે તો ચોક્કસથી ભારતીય ટીમનું પલળું ભારે દેખાઈ છે. અત્યાર સુધીમાં 10 મેચમાં ભારતીય ટીમના બેટરોએ  2523 રન બનાવ્યા અને બોલરોની વાત કરવામાં આવે તો ટોચના પાંચ બોલરોએ 85 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પણ ભારત સાથેની મોટી ફાઈનલ મેચ પહેલા આ ખેલાડીઓને તોડવા માટે ચોક્કસ રણનીતિ બનાવશે. ભારતીય ખેલાડીઓનો આ વર્લ્ડ કપ રેકોર્ડ કાંગારુ ટીમને ચોક્કસપણે ડરાવશે.



Google NewsGoogle News