Get The App

વડાપ્રધાન મોદીએ ફોન કરીને ખડગેના હાલચાલ જાણ્યા, જમ્મુ કાશ્મીરમાં જનસભા દરમિયાન લથડી હતી તબિયત

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીએ ફોન કરીને ખડગેના હાલચાલ જાણ્યા, જમ્મુ કાશ્મીરમાં જનસભા દરમિયાન લથડી હતી તબિયત 1 - image


PM Modi Calls Mallikarjun Kharge :
જમ્મુ કાશ્મીરના બિલાવરમાં રવિવારે એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. જોકે થોડો આરામ મળ્યા બાદ ખડગેની તબિયત સારી થઈ હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરીને તેમના સ્વાસ્થ્યની માહિતી મેળવી. જણાવી દઈએ કે, તબિયત લથડ્યા બાદ થોડું સારું અનુભવતા ખડગે ફરી સ્ટેજ પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'જ્યાં સુધી મોદી સત્તામાં છે, હું નહીં મરું...', આ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સમયે ખડગે ભાવુક પણ થયા.

અમે નથી ડરતા : મલ્લિકાર્જુન ખડગે

ખડગેએ કહ્યું હતું કે, 'હું વાત કરવા ઈચ્છતો હતો. પરંતુ ચક્કર આવવાના કારણે હું બેસી ગયો છું. કૃપા કરીને મને માફ કરો. તે (ભાજપ) આપણને આતંકિત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તે પાકિસ્તાનની વાત કરે છે. અમે નથી ડરતા. બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યું? ઈન્દિરા ગાંધીએ એવું કર્યું. "જય જવાન જય કિસાન"નો નારો અમે આપ્યો હતો. પાકિસ્તાનને અમે હરાવ્યું. લાલ બહાદુર શાસ્ત્રી (ની સરકારે) તેને હરાવ્યા. આ કોંગ્રેસ છે.'

ત્યાં સુધી હું મરીશ નહીં... : મલ્લિકાર્જુન ખડગે

જોકે, કાર્યક્રમ દરમિયાન જ્યારે ખડગે લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઈને ભાવુક થઈ ગયા હતા. ખડગેએ ભાવુક થઈને કહ્યું કે, 'જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાથી હટાવીશું નહીં ત્યાં સુધી હું જીવતો રહીશ. ભાજપ દેશ પર શાસન કરી રહ્યું છે, હું ન તો શાંતિથી બેસીશ કે ન મરીશ. તમારી વાત સાંભળીશ. તમારા માટે લડીશ.'

ભાષણ આપતા સમયે થોડીવાર માટે તેમની તબિયત થોડી લથડી હતી પરંતુ ત્યારબાદ તુરંત જ ખુદને તેમણે સંભાળી લીધા. આ દરમિયાન તેમણે ભાજપ સરકારની નીતિઓ પર પ્રહાર કર્યા હતા.


Google NewsGoogle News