PM મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
PM Narendra Modi And PM Benjamin Netanyahu : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સમકક્ષ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતાં કહ્યું કે, વડાપ્રધાન નેતન્યાહૂ સાથે વાતચીત દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ હતી.
મોદી-નેતન્યાહૂ વચ્ચે શું થઈ વાત ?
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ બંધકોની તાત્કાલિક મુક્ત કરવા, યુદ્ધવિરામ અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નેતન્યાહુ સાથેની વાતચીત દરમિયાન તેમણે પશ્ચિમ એશિયામાં સ્થિતિને ઓછી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સ્વતંત્રતા દિવસે બંને નેતાઓ વચ્ચે થઈ વાત
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘હું ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નેતન્યાહૂના ફોન કૉલ અને હાર્દિક શુભેચ્છાઓની પ્રશંસા કરું છું. અમે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા, યુદ્ધવિરામ અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત માટેના પ્રયાસો પર ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.’