ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ જૉર્ડન કિંગ સાથે કરી વાત, આતંકવાદ અંગે વ્યક્ત કરી ચિંતા

અમારા બંને વચ્ચે વેસ્ટ એશિયામાં હાલના દિવસોમાં થયેલ ડેવલપમેન્ટ પર ચર્ચા થઈ : PM મોદી

પશ્ચિમ એશિયા ક્ષેત્રના ઘટનાક્રમ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું : વડાપ્રધાન મોદી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ જૉર્ડન કિંગ સાથે કરી વાત, આતંકવાદ અંગે વ્યક્ત કરી ચિંતા 1 - image

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે (23 ઓક્ટોબર)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૉર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ જણાવ્યું કે, અમારા બંને વચ્ચે વેસ્ટ એશિયામાં હાલના દિવસોમાં થયેલ ડેવલપમેન્ટ પર ચર્ચા થઈ. તેમણે કહ્યું કે, અમે આતંકવાદ, હિંસા અને સામાન્ય નાગરિકોના મોતને લઈને ચિંતા વ્યક્ત કરી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, જૉર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે વાત કરી. પશ્ચિમ એશિયા ક્ષેત્રના ઘટનાક્રમ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. અમે આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ જવા અંગે ચિંતાઓ કરી. સુરક્ષા અને માનવીય સ્થિતિના તાત્કાલિક સમાધાન માટે યોગ્ય પ્રયાસોની જરૂરિયાત છે.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ કરી હતી વાત

આ અગાઉ વડાપ્રધાન મોદી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ ફોન પર વાત કરી ચૂક્યા છે. વડાપ્રધાને અબ્બાસ સાથે વાત કરીને કહ્યું હતું કે, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાતચીત કરી. આ દરમિયાન મેં ગાઝાના અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મોત પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. અમે પેલેસ્ટાઈનના લોકો માટે માનવીય સહાયતા મોકલવાનું શરૂ રાખીશું. અમે ક્ષેત્રમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષા સ્થિતિ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. અમે ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા સમયથી ચાલી રહેલી સૈદ્ધાંતિક સ્થિતિને દોહરાવી.


Google NewsGoogle News