આંબેડકર મુદ્દે વિવાદમાં અમિત શાહના બચાવમાં PM મોદી, કહ્યું- મારી પાસે કોંગ્રેસના પાપોની યાદી...
PM Modi Slams Opposition: બીઆર આંબેડકર પરની ટિપ્પણીને લઈને સંસદમાં હોબાળો થયો છે. ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ સરકારને ઘેરી રહી છે. બુધવારે વિપક્ષોએ આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ અમિત શાહના રાજીનામાની માંગ કરી રહી છે.
પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર
આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'જો કોંગ્રેસ એવું વિચારે છે કે તેમના જૂઠાણાં વર્ષોથી તેમના દુષ્કૃત્યોને છુપાવી શકે છે, ખાસ કરીને ડૉ. આંબેડકરનું અપમાન, તો તેઓ ભૂલમાં છે. દેશના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડૉ. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને SC/ST સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક સંભવિત ગંદી યુક્તિઓનો ઉપયોગ કર્યો છે.'
પંડિત નેહરુએ આંબેડકરની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, આંબેડકર વિરુદ્ધ કોંગ્રેસના પાપોની યાદી છે. તે યાદીમાં આંબેડકરને ચૂંટણીમાં એક વાર નહીં પરંતુ બે વાર હરાવ્યાનો સમાવેશ થાય છે. પંડિત નેહરુએ આંબેડકર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો. આંબેડકર ભારત રત્ન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના પોટ્રેટને સન્માનની જગ્યા પણ આપવામાં આવી ન હતી.'
આ પણ વાંચો: VIDEO: બંધ કેદારનાથ ધામમાં જોવા મળ્યો અજાણ્યો વ્યક્તિ, મૂર્તિઓ-દાનપેટી સાથે કરી છેડછાડ
કોંગ્રેસ શાસનમાં SC/ST સમુદાયોની હાલત ખરાબ
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, 'કોંગ્રેસ ગમે તેટલી કોશિશ કરે, તેઓ એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે તેમના શાસનમાં SC/ST સમુદાયો વિરુદ્ધ સૌથી ભયાનક નરસંહાર થયા છે. તેઓ વર્ષો સુધી સત્તામાં રહ્યા, પરંતુ SC અને ST સમુદાયોને સશક્ત કરવા માટે કશું નક્કર કર્યું નહીં.'