વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું વધુ એક રામ ભજન

ઘણા લોકગાયકો રામ લલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું વધુ એક રામ ભજન 1 - image
Image Twitter 

તા. 8 જાન્યુઆરી 2024, સોમવાર 

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. જેમાં 84 સેકન્ડના બ્રહ્મમુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

ઘણા લોકગાયકો રામ લલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે

ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ મહોત્સવને લઈને અયોધ્યામાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ત્યારે ઘણા લોકગાયકો રામ લલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે.  થોડા સમય પહેલા ગુજરાતના પ્રખ્યાત લોકગાયક (Folk singer) ગીતાબેન રબારી (Geetaben Rabari) એ એક ગીત ગાયું છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યું હતું. તો આજે ફરી વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ભગવાન શ્રીરામનું ખૂબ પ્રિય ભજન શેર કર્યું છે. 

આ પહેલા પણ વડાપ્રધાન મોદી કેટલાક ગાયકોના ભજન શેર કરી ચૂક્યા છે

આ ભજનને શેર કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, અયોધ્યાની સાથે સાથે દેશભરમાં આજે દરેક જગ્યાએ પ્રભુ શ્રીરામના સ્વાગતમાં મંગળગીતો ગવાઈ રહ્યા છે.આ પુણ્ય અવસર પર રામ લલાની ભક્તિથી ઓતપ્રોત વિકાસજી અને મહેશ કુકરેજાજીનું રામ ભજન તમે પણ જરુર સાંભળો. વડાપ્રધાન મોદીએ આ પહેલા સ્વસ્વિ મેહુલસ, જુબિન નોટિયાલ, પાયલ દેવ, મનોજ મુંતશિર સહિતના કેટલાય ગાયકોના ભજન પણ શેર કરી ચુક્યા છે. 



Google NewsGoogle News