PM મોદીની સુરક્ષામાં બેદરકારી સામે આવી, કોર્ડન કરેલા દોરડામાં ફસાયો બાઈકચાલક, પટકાતાં મોત
PM Modi Kerala Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળના કોચ્ચિ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે. ત્યાં સુરક્ષા વ્યવસ્થા માટે બાંધવામાં આવેલ દોરડામાં એક બાઈક સવાર ફસાઈ જતા તેનું મોત નિપજ્યું છે. પોલીસે જણાવ્યું કે, રવિવારે (14 એપ્રિલ) રાત્રે 10 કલાકે બનેલી ઘટનામાં વડુથાલાના મનોજ ઉન્નીનું મોત થયું છે.
ચેતવણી વગત દોરડું બાંધી દેવાયું : પરિવારનો આક્ષેપ
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, વહિવટી તંત્રએ કોઈપણ ચેતવણી આપ્યા વગર રસ્તા પર દોરડા બાંધી દીધા અને રાત્રે અંધારું હોવાથી દોરડું પણ દેખાય તેવી સ્થિતિમાં ન હતું, તેથી આ ગંભીર બેદરકારીના કારમએ ઉન્નીનું મોત થયું છે. મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે, વડાપ્રધાન કોચ્ચી આવવાના હોવાથી તેમની સુરક્ષા માટે રસ્તા પર દોરડું બાંધવામાં આવ્યું હતું, પરંતુ ત્યા ન કોઈ ચિન્હો લગાવાયા હતા કે ન સૂચના લખાઈ હતી.
કેરળમાં 26 એપ્રિલે મતદાન
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભા સંબોધી હતી. કેરળમાં તમામ 20 બેઠકો પર 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે.