Get The App

36 કલાકમાં 7 શહેરોમાં 8 કાર્યક્રમોમાં ભાગ લેશે PM મોદી, 5000 કિમીનો કરશે પ્રવાસ

2 દિવસના કાર્યક્રમો દરમિયાન PM મોદી દેશને વિવિધ વિકાય કાર્યોની ભેટ આપશે

PM મોદી ગુજરાતના સુરત, દમણ, સિલવાસાની પણ મુલાકાત લેશે

Updated: Apr 22nd, 2023


Google NewsGoogle News
36 કલાકમાં 7 શહેરોમાં 8 કાર્યક્રમોમાં ભાગ લેશે PM મોદી, 5000 કિમીનો કરશે પ્રવાસ 1 - image

નવી દિલ્હી, તા.22 એપ્રિલ-2023, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી એપ્રિલથી 2 દિવસીય દેશના વિવિધ રાજ્યોના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ 36 કલાકમાં 7 રાજ્યોમાં 8 અલગ-અલગ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5000 કિલોમીટરની સફર કરશે. દિલ્હીથી શરૂ કરીને PM મોદી સૌથી પહેલા મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કેરળની મુલાકાત લેશે અને ત્યાંથી પશ્ચિમમાં કેન્દ્રશાસિત પ્રદેશોથી થઈને દિલ્હી પરત ફરશે.

ખજુરાહોથી શરૂ થશે PM મોદીનો પ્રવાસ

PM મોદીના લાંબા કાર્યક્રમ વિશે વાત કરતાં અધિકારીઓએ કહ્યું કે, PM મોદી 24મી એપ્રિલે સવારે તેમના પ્રવાસની શરૂઆત કરશે. દિલ્હીના ખજુરાહો સુધી મુસાફરી કરીને રીવા જશે. ત્યાં તેઓ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીંથી તેઓ 200 કિમીની મુસાફરી કરીને ખજુરાહો પરત ફરશે. ત્યારબાદ PM મોદી કોચી જશે. અહીં તેઓ યુવમ કોન્કલેવમાં ભાગ લેવા માટે હવાઈ માર્ગે 1700 કિમીની સફર ખેડશે.

PM મોદી તિરુવનંતપુરમ અને દમણની પણ લેશે મુલાકાત

વડાપ્રધાન મોદી કોચીથી તિરુવનંતપુરમ જશે. અહીં તેઓ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે અને વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ અહીંથી સુરત થઈને લગભગ 1570 કિમીનું અંતર કાપીને સિલવાસાની મુલાકાત લેશે. અહીં તેઓ નમો મેડિકલ કોલેજની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ ત્યાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી દેવકા સીપ્રંટના ઉદ્ઘાટન માટે દમણ જશે. અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને તેઓ સુરત આવશે. ત્યાર બાદ તેઓ 940 કિમીની સફર ખેડીને સુરતથી દિલ્હી પરત ફરશે. વડાપ્રધાન 5300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. PM મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.


Google NewsGoogle News