Get The App

'મોતનો સોદાગર અને...', અપશબ્દો સાંભળી 'ગાલીપ્રૂફ' બની ગયો, PM મોદીના વિપક્ષ પર પ્રહારો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
'મોતનો સોદાગર અને...', અપશબ્દો સાંભળી 'ગાલીપ્રૂફ' બની ગયો, PM મોદીના વિપક્ષ પર પ્રહારો 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમા પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન અંગત હુમલા સાથે જોડાયેલા સવાલના જવાબ આપતા કહ્યું હતું કે, 'ભૂતકાળમાં કોઈએ મને મોતનો સોદાગર તો કોઈએ મને ગંદી નાળાનો કીડો કહ્યો હતો. 24 વર્ષથી મારી સાથે થઈ રહેલા આવા વ્યવ્હારથી હવે હું ગાલીપ્રૂફ બની ગયો છું.'

વડાપ્રધાન PM મોદીએ વિપક્ષને આડે હાથ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યું આપતા વધુમાં કહ્યું કે, 'સંસદમાં અમારા એક સહયોગીએ 101 અપશબ્દોની ગણતરી કરી હતી, ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિપક્ષ) માને છે કે અપશબ્દ આપવાનો તેમનો અધિકાર છે અને તેઓ એટલા હતાશ-નિરાશ થઈ ગયા છે કે ગાળો અને અપશબ્દોનો બોલવા તેમનો સ્વભાવ બની ગયો છે.

આ વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય પ. બંગાળ છે

બંગાળની ચૂંટણીના વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ટીએમસી બંગાળની ચૂંટણીમાં અસ્તિત્વ માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અમે 3 પર હતા અને બંગાળના લોકો અમને 80 પર પહોંચાડી દીધા. છેલ્લી ચૂંટણીમાં અમને જંગી બહુમતી મળી હતી. આ વખતે સમગ્ર ભારતમાં જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હોય તો તે પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને સૌથી વધુ સફળતા મળી રહી છે. ત્યાંની ચૂંટણી એકતરફી છે.'

ઓડિશામાં સરકાર બદલાઈ રહી છે

ઓડિશાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ઓડિશાનું ભાગ્ય બદલવાનું છે. ત્યાં સરકાર બદલાઈ રહી છે. વર્તમાન ઓડિશા સરકારની છેલ્લી તારીખ 4 જૂન છે અને 10 જૂને ભાજપના મુખ્યમંત્રી ઓડિશામાં શપથ લેશે.'

'મોતનો સોદાગર અને...', અપશબ્દો સાંભળી 'ગાલીપ્રૂફ' બની ગયો, PM મોદીના વિપક્ષ પર પ્રહારો 2 - image


Google NewsGoogle News