'લગ્નમાં 10થી વધુ લોકો ડાન્સ કરે તો ધરપકડ, આવા કાયદા અમે હટાવ્યા', બોલ્યા PM મોદી
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (1 માર્ચ) NXTના એક કાર્યક્રમમાં 'ડ્રામેટિક પરફોર્મન્સ ઍક્ટ'ને ટાંકીને કહ્યું કે, 'અંગ્રેજોના એક કાયદા પર દિલ્હીના પૉશ વિસ્તારમાં રહેતા લોકો કેમ શાંત રહ્યા? અંગ્રેજોના બનાવેલા આ કાયદાને અમારી સરકારે દૂર કર્યો. એક કાયદો હતો, 'ડ્રામેટિક પરફોર્મન્સ ઍક્ટ'. આ કાયદો અંગ્રેજોએ 150 વર્ષ પહેલા બનાવ્યો હતો. અંગ્રેજો ઇચ્છતા હતા કે, થિયેટર અને ડ્રામાનો ઉપયોગ તેમની વિરુદ્ધ ન થાય. આ કાયદામાં એવી પણ જોગવાઈ હતી કે, 10 લોકો ડાન્સ કરતાં જોવા મળે તો તેમની ધરપકડ કરી શકાય. દેશ આઝાદ થયા બાદ 75 વર્ષ સુધી આ કાયદો ચાલુ રહ્યો. એટલે કે, આ તમે લગ્નમાં ડાન્સ કરી રહ્યા હોય તો પોલીસ તમારી ધરપકડ કરી શકે. આ કાયદો અમારી સરકારે દૂર કર્યો.'
આ વિશે તેમણે આગળ કહ્યું કે, '70 વર્ષ સુધી અમે કાયદાને સહન કર્યો. મારે તે સમયની સરકારો વિશે કંઈ નથી કહેવું પરંતુ, મને લુટિયન્સ જમાત અને ખાન માર્કેટ ગેન્ગ પર આશ્ચર્ય થાય છે. આ લોકો 75 વર્ષ સુધી આવા કાયદા પર ચૂપ કેમ હતા? આ લોકો જે અવાર-નવાર કોર્ટ જતા રહે છે, PIL(જનહિતની અરજી)ના ઠેકેદાર બની બેઠા છે, તે કેમ ચૂપ હતા? ત્યારે તેમને લોકોની સ્વતંત્રતાનું ધ્યાન નહતું રહેતું.'
આ પણ વાંચોઃ મણિપુર મુદ્દે દિલ્હીમાં હાઇલેવલ મીટિંગ: નશાનો કારોબાર ધ્વસ્ત કરવા કડક આદેશ
ભાષણની પાંચ મોટી વાતો
1. પહેલા વાંસ કાપીએ તો પણ જેલમાં નાંખી દેતાં
પહેલા વાંસ કાપવા પર પણ જેલ થઈ જતી હતી. આપણા દેશમાં એવો કાયદો હતો, જેમાં વાંસનું ઝાડ કાપવાની મનાઈ હતી. પહેલાની સરકારો એવું સમજી ન શકી કે વાંસ ઝાડ નથી હોતું. અમારી સરકારે આ કાયદાને પણ ખતમ કરી દીધો.
2. પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ સંપન્ન
26 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ સંપન્ન થયો. દુનિયા ચોંકી ગઈ કે, આખરે કરોડો લોકો એક અસ્થાયી શહેરમાં ફક્ત પવિત્ર સ્નાન માટે કેવી રીતે આવી શકે? આખું વિશ્વ ભારતના આયોજન અને નવીનતા કૌશલ્ય પર નજર રાખી રહ્યું છે અને તેને વિગતવાર જાણવા માંગે છે.
3. AI અને G20 સમિટમાં ભારતનો દબદબો
વડાપ્રધાન મોદીએ પોતાની ફ્રાન્સ યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારત હવે દુનિયાની મોટી સમિટની આગેવાની કરી રહ્યું છે. મને ફ્રાન્સમાં AI સમિટમાં સામેલ થવાની તક મળી. ભારત આ સમિટનું કો-હોસ્ટ હતું. હવે જલ્દી જ ભારત તેનું આયોજન કરશે. ભારતે G20ની અધ્યક્ષતા કરતાં ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEEC) માટે બ્લૂ પ્રિન્ટ રજૂ કરી. સાથે જ આફ્રિકન યુનિયનને G20નું સભ્ય બનાવીને ગ્લોબલ સાઉથનો અવાજ બુલંદ કર્યો.
4. ભારત દુનિયાનું સાતમું સૌથી મોટું કૉફી એક્સપોર્ટર બન્યું
ભારત દુનિયાનું સાતમું સૌથી મોટું કૉફી એક્સપોર્ટર બની ગયું છે. દાયકાઓ સુધી દુનિયા ભારતમાં પોતાની બૅક ઑફિસ કરે છે. પરંતુ, આજે ભારત ન્યૂ ફેક્ટ્રી ઑફ ધ વર્લ્ડ બની રહ્યું છે.
5. AIથી સ્વાસ્થ્ય, શિક્ષણ અને ખેતીમાં થશે બદલાવ
PM મોદીએ કહ્યું કે, AI આવનારા સમયમાં કરોડો લોકોની જિંદગી બદલી શકે છે. AI દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ અને ખેતીમાં જબરદસ્ત સુધારો લાવી શકાય છે.