Get The App

‘યુદ્ધના મેદાનમાં સમાધાન શક્ય જ નથી, શાંતિ માટે સંવાદ જરૂરી’, પુતિન સાથેની મુલાકાતમાં PM મોદી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Indian PM Narendra Modi and Russian President Vladimir Putin


PM Narendra Modi and Russian President Vladimir Putin Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયાની મુલાકાતનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા હેઠળ વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. પીએમ મોદીએ ચર્ચામાં આતંકવાદનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, આતંકવાદ તમામ દેશો માટે ખતરો છે. આ દરમિયાન તેમણે કોરોનાકાળ સમયે ભારત-રશિયા વચ્ચે થયેલી પેટ્રોલ-ડીઝલ ડીલ (India-Russia Petrol-Diesel Deal)ની પણ પ્રશંસા કરી હતી. તો બીજીતરફ પુતિને કજાનમાં યોજાનાર બ્રિક્સ સંમેલન માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું છે. આ શિખર સંમેલન 22થી 24 ઓક્ટોબરે રશિયામાં યોજાવાનું છે.

ભારત શાંતિના પક્ષમાં : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ વિશ્વભરને શાંતિને સંકેત આપતા કહ્યું કે, ‘યુદ્ધના મેદાનમાં ક્યારેય સમાધાન શોધી શકાતું નથી. શાંતિ માટે સંવાદ ખૂબ જ જરૂરી છે. યુદ્ધ સમાધાન ન હોવાથી ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યો છે. મને શાંતિની આશા છે. હું શાંતિ માટે સહયોગ આપવા માટે તૈયાર છું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ડ્રામા: વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ-હોર્સ ડ્રેટિંગના ડરથી દોડધામ

વડાપ્રધાન મોદીએ યૂક્રેનનો પણ કર્યો ઉલ્લેખ

નરેન્દ્ર મોદીએ યૂક્રેનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, યુક્રેન મુદ્દે આદરપૂર્વક વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત દ્વારા જી20નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકો અને માનવતા વિશ્વભરમાં શાંતિ ઈચ્છે છે. નાના બાળકોને માર્યા ગયેલા જોવા હૃદયદ્રાવક અને ડરામણી બાબત છે. અમે વિસ્તારથી વાત કરી છે. જ્યારે નિર્દોષ લોકોના મોત થાય છે, તો માનવતા લોહીલુહાણ થઈ જાય છે, આપણે દિલમાં પીડા અનુભવીએ છીએ, તેથી જ ભવિષ્યની પેઢી માટે શાંતિ જરૂરી છે.

‘ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલનો સહયોગ પ્રશંસનીય’

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ભારત-રશિયાની મિત્રતાથી આપણા ખેડૂતો ખોરાક, બળતણ અને ખાતર મેળવવામાં સક્ષણ બન્યા છે. આ બધુ અમારી મિત્રતાની ભૂમિકાના કારણે થયું છે. રશિયા-ભારત વચ્ચેનો સહયોગ વધે, આપણા ખેડૂતોની પ્રતિબદ્ધતા વધે તેમજ સામાન્ય વ્યક્તિને ભોજન અને બળતણની મદદ મળે, તે હેતુથી આપણા સહયોગે પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી બચાવ્યા. વિશ્વભરના લોકોએ એ સમજવું જરૂરી છે કે, ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલનો સહયોગ પ્રશંસનીય છે. બંને દેશો વચ્ચેના આ કારોબારથી ભારતના લોકોને પેટ્રોલ-ડીઝલની મારથી બચાવી શકાયા, તેથી હું રશિયાનો આભાર વ્યક્ત કરું છું.


Google NewsGoogle News