બજેટ અંગે વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, કહ્યું- ‘બજેટથી યુવાઓ-મધ્યમ વર્ગને મળશે નવી શક્તિ’

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
PM Modi And Nirmala Sitharaman


PM Modi On Union Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કર્યા છે, તો વિપક્ષ બજેટને નિરાશાજનક કહ્યું છે. હવે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો : બજેટ અંગે વિપક્ષની આકરી પ્રતિક્રિયા; જુઓ રાહુલ ગાંધી, અખિલેશ, થરૂર સહિતના દિગ્ગ્જો શું બોલ્યા

બજેટ ખેડૂતો-યુવાઓને પ્રગતિ તરફ લઈ જશે : વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ બજેટની જોગવાઈઓથી ખુશી વ્યક્ત કરી કહ્યું કે, ‘આ બજેટ દેશના સમૃદ્ધિ તરફ લઈ જશે. બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ શક્તિ આપનારું બજેટ છે. બજેટ ખેડૂતો-યુવાઓને પ્રગતિ તરફ લઈ જશે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જે બજેટ દ્વારા કરાયેલી આર્થિક પ્રગતિ દર્શાવે છે. આ બજેટથી યુવાઓને અનેક તકો અને મધ્ય વર્ગને નવી શક્તિ મળશે. આ બજેટ આદિવાસી સમાજ, દલિતો અને પછાત વર્ગોના સશક્તિકરણ માટે મજબૂત યોજનાઓ સાથે લવાયું છે. આ બજેટથી મહિલાઓની આર્થિક ભાગીદારી સુનિશ્ચિત કરવાના મદદ મળશે.’

આ પણ વાંચો : ‘બજેટ જોઈને મજા પડી ગઈ...’, જાણો કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કેમ આપી આવી પ્રતિક્રિયા

‘રોજગાર અને સ્વ-રોજગારનું સર્જન એ અમારી સરકારની ઓળખ’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આ બજેટથી વેપારીઓ, મધ્યમ ઉદ્યોગોને પ્રગતિ કરવા માટે નવો રસ્તો મળશે. બજેટમાં ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ બળ અપાયું છે. આનાથી આર્થિક વિકાસને ગતિ મળશે અને ગતિને પણ નિરંતરતા મળશે. રોજગાર અને સ્વ-રોજગારનું સર્જન કરવું, એ અમારી સરકારની ઓળખ છે અને આજના બજેટે તેને વધુ સુદૃઢ બનાવ્યું છે.

આ પણ વાંચો : બજેટમાં મોદી સરકારના 'ટેકેદારો' માટે મોટી જાહેરાત, આંધ્રપ્રદેશ-બિહાર પર પૈસા-પ્રોજેક્ટનો વરસાદ

‘પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પ્રથમ પગાર’

વડાપ્રધાને કહ્યું કે, આ બજેટમાં સરકારે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહનની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ અમારી સરકાર તેમના જીવનની પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પ્રથમ પગાર આપશે. સ્કીલ ડેવલપમેન્ટ અને હાયર એજ્યુકેશન માટે મદદ હોય કે પછી એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ યોજના... આનાથી યુવાનો, ગરીબોને ઘણી તકો મળશે. તેમના માટે શક્યતાઓના નવા દરવાજા ખુલશે.

આ પણ વાંચો : બજેટ-2024માં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબો માટે મહત્ત્વની જાહેરાત

‘બજેટ સ્ટાર્ટઅપ, ઈનોવેશન ઈકોસિસ્ટમ માટે તકો લઈને આવ્યું’

તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવીશું. આ બજેટમાં નાના ઉદ્યોગો માટે ધિરાણની સરળતા વધારવા માટે નવી યોજનાઓની જાહેરાત કરાઈ છે. મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઈકોસિસ્ટમને દરેક જિલ્લામાં લઈ જવા માટેની પણ મહત્વની જાહેરાત થઈ છે. આ બજેટ સ્ટાર્ટઅપ, ઈનોવેશન ઈકોસિસ્ટમ માટે ઘણી નવી તકો લઈને આવ્યું છે.


Google NewsGoogle News