PM મોદીનું જુઠ્ઠાણું! OBC અનામત અંગેના 'ગપ્પા' ની સોશિયલ મીડિયા પર ભારે મજાક ઊડી
PM Modi on OBC Reservation: હરિયાણામાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધતાં ઓબીસી અનામત અંગે ચલાવેલા ગપ્પાની સોશિયલ મીડિયા પર ભારે મજાક ઉડી રહી છે. કેટલાકે કોમેન્ટ પણ કરી છે કે, દેશના વડાપ્રધાન એકદમ સફાઈથી સફેદ જૂઠ બોલે છે.
વી.પી. સિંહના મંડલ સામે કમંડલ કાર્ડ ઉતાર્યું હતું
પીએમ મોદીએ દાવો કર્યો કે, કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે ઓબીસી અનામતની ભલામણ કરતી મંડલ પંચની ભલામણોનો અમલ કરાયેલો. વાસ્તવમાં ઓબીસી અનામતની જોગવાઈ કરતા મંડલ સામે ભાજપે કમંડલનું હથિયાર ઉગામીને વી.પી. સિંહની સરકારને ઘરભેગી કરીને ઓબીસી અનામતનો અમલ થવા દીધો નહોતો.
પીએમ મોદીનું જૂઠાણું
કોંગ્રેસની પી.વી. નરસિંહરાવની સરકાર આવી ત્યારે 1992માં મંડલ પંચની ભલામણોનો અમલ કરીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સ્થાઓમાં ઓબીસી માટે 27 ટકા અનામતની જોગવાઈ કરી હતી. 2009માં ડો. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર એઈમ્સ, આઈઆઈટી, આઈઆઈએમ સહિતની ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓમાં ઓબીસી માટે 27 ટકા અનામત લાવી હતી. જનતા દળની વી.પી. સિંહ સરકારે 1990ના ઓગસ્ટમાં મંડલ પંચની ભલામણોનો અમલ કરીને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવાની જાહેરાત કરી હતી. વી.પી. સિંહની સરકાર એ વખતે ભાજપના ટેકાથી ટકી હતી
ઓબીસી અનામત ભાજપના ટેકાવાળી સરકાર લાવી
ભાજપે પોતાના પર અનામત વિરોધી અને ઓબીસી વિરોધી હોવાનું લેબલ ના લાગે એટલે ઓબીસી અનામતનો સીધો વિરોધ નહોતો કર્યો પણ ઓબીસી અનામતનો અમલ ના થાય એટલા માટે ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ બીજા જ મહિને સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢવાની જાહેરાત કરી નાંખી. આ યાત્રા બિહારના સમસ્તીપુર પહોંચી ત્યારે જનતા દળના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે અડવાણીની ધરપકડ કરતાં ભાજપે કેન્દ્રમાં ટેકો પાછો ખેંચી લઈને વી.પી. સિંહની સરકારને ગબડાવી દીધી હતી. આમ ભાજપે તો ઓબીસી અનામતનો અમલ નહોતો થવા દીધો જ્યારે મોદી હડહડતું જૂઠાણું ચલાવીને દેશમાં ઓબીસી અનામતનો અમલ ભાજપને કારણે થયો એવો દાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો: 'વન નેશન વન ઇલેક્શન' માટેની કમિટીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી
પીએમ મોદી થોથવાઈ ગયા ને લોચા પર લોચા મારી દીધા
હરિયાણાની સભામાં ઓબીસીઓને 27 ટકા અનામતની જોગવાઈ કરતા મંડલ પંચ અંગે બોલતાં બોલતાં પીએમ મોદી 15 સેકન્ડ સુધી થોથવાઈ ગયા એ મુદ્દો પણ ચર્ચામાં છે. હવે પીએમ મોદીની ઉંમર વર્તાવા માંડી છે અને સાહેબને બરાબર યાદ રહેતું નથી એ પ્રકારની કોમેન્ટ્સ પણ થઈ રહી છે.
પીએમ મોદીએ પહેલાં તો ભાંગરો વાટયો કે, જબ કેન્દ્ર મેં ભાજપા કે સમર્થન સે અટલજી કી સરકાર બની તબ મંડલ આયોગ કી રીપોર્ટ લાગુ હુઈ.
પીએમ મોદીની વાત હાસ્યાસ્પદ છે કેમ કે અટલ બિહારી વાજપેયી તો પોતે જ ભાજપમાં હતા તો પછી ભાજપના સમર્થનથી અટલજીની સરકાર કઈ રીતે બની શકે? મોદીએ ભાંગરો વાટવાનું ચાલુ જ રાખ્યું હતું.