Get The App

VIDEO: 'કોઈ શરમ નથી તેમને, દુનિયામાં બદનામી કરાવી રહ્યા છે', PM મોદીના નીતીશ કુમાર પર આકરા પ્રહાર

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
VIDEO: 'કોઈ શરમ નથી તેમને, દુનિયામાં બદનામી કરાવી રહ્યા છે', PM મોદીના નીતીશ કુમાર પર આકરા પ્રહાર 1 - image


Image Source: Twitter

- નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગી હતી

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023, બુધવાર

PM Modi On Nitish Kumar: વસતી નિયંત્રણ પર બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારના વિવાદાસ્પદ નિવેદન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને પણ નિશાન પર લીધુ છે. પીએમ મોદીએ મધ્ય પ્રદેશના ગુનામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આજે કહ્યું કે, ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર માતા-બહેન સાથે એવા ભાષામાં વાત કરી... તેમને કોઈ શરમ નથી. 

તેમણે કહ્યું કે, જે ઈન્ડિયા ગઠબંધનના નેતા ઝંડો લઈને ફરી રહ્યા છે અને જેઓ દેશની વર્તમાન સરકારને ઉખાડી ફેંકવા માટે જાત-જાતના ખેલ ખેલી રહ્યા છે. તે ઈન્ડિયા ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર, જે સભામાં માતા-બહેનો હાજર હતા ત્યાં કોઈ કલ્પના ન કરી શકે તેવી ભાષામાં ગંદી વાત કરી.

દુનિયામાં બદનામી કરાવી રહ્યા છે

પીએમ મોદીએ આગળ કહ્યું કે, એટલું જ નહીં ગઠબંધનનો એક પણ નેતા માતા-બહેનો પર આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. તેઓ તમારું શું ભલુ કરી શકશે? કેવું દુર્ભાગ્ય આવ્યુ છે. દુનિયામાં દેશની બદનામી કરાવી રહ્યા છે. તમારા સમ્માનમાં જે થઈ શકશે તે હું કરીશ. 

પીએમ મોદીએ આ સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તે લોકોને માત્ર પોતાના દીકરા-દીકરીની ચિંતા છે. કોંગ્રેસ દૂરનું નથી વિચારતી.

વસતી નિયંત્રણ કરવા માટે મહિલાઓ વચ્ચે શિક્ષાના મહત્વ પર ભાર મૂકતા નીતીશ કુમારે ગઈ કાલે ગૃહમાં કહ્યું હતું કે, કેવી રીતે એક શિક્ષિત મહિલા પોતાના પતિને શારીરિક સબંધ દરમિયાન રોકી શકે છે. તેને લઈને વિપક્ષ તેને નિશાન પર લઈ રહ્યું છે.

નીતીશ કુમારે માંગી માફી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. જો કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે 'મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, જો મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું.



Google NewsGoogle News