LIVE | કોંગ્રેસ વતી શપથ સમારોહમાં ખડગે હાજરી આપશે, મોદીના નિવાસે થઇ 'ચાય પે ચર્ચા'
PM Modi Oath Ceremony Live News | મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે યોજાશે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ અંગે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં વિવિધ સ્થળોએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. જો કે, કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે.
કોણ કોણ સામેલ થશે?
ભારતના પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓ વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નેતાઓને ભારતે તેની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિની પ્રાથમિકતા હેઠળ સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.
Modi PM Oath Ceremony Live Updates
1:05 PM
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે પીએમ મોદીના શપથ સમારોહમાં હાજરી આપશે
માહિતી અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે પણ પીએમ મોદીના શપથ સમારોહમાં હાજરી આપવાના છે. તેમણે પાર્ટી અને સહયોગી દળો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
કોને-કોને મંત્રી પદ મળી શકે છે, આવી ગઇ અપડેટેડ યાદી
12:40 PM
આ 22 સાંસદો અત્યાર સુધી પીએમ આવાસ પહોંચ્યા
1. સર્બાનંદ સોનોવાલ
2. ચિરાગ પાસવાન
3. અન્નપૂર્ણા દેવી
4. મનોહર લાલ ખટ્ટર
5. શિવરાજ સિંહ ચૌહાણ
6. ભગીરથ ચૌધરી
7. કિરેન રિજિજુ
8. જિતિન પ્રસાદ
9. એચડી કુમારસ્વામી
10. જ્યોતિરાદિત્ય સિંધિયા
11. નિર્મલા સીતારમણ
12. રવનીત બિટ્ટુ
13. અજય તમટા
14. રાવ ઈન્દ્રજીત સિંહ
15. નિત્યાનંદ રાય
16. જીતન રામ માંઝી
17. ધર્મેન્દ્ર પ્રધાન
18. ગજેન્દ્ર સિંહ શેખાવત
19. હર્ષ મલ્હોત્રા
20. એસ જયશંકર
21. સી.આર. પાટીલ
22. કૃષ્ણપાલ ગુર્જર
11:51 AM
ગુજરાતથી કોણ કોણ મંત્રી બની શકે
અત્યાર સુધીના અહેવાલો અનુસાર ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ મંત્રી બનવા કોલ આવ્યો છે. બીજું નામ મનસુખ માંડવિયાનું છે. તેમનું પણ ફરીવાર મંત્રી બનવું નક્કી મનાય છે. ગુજરાતમાંથી આપણા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી મંત્રી બને તેવી શક્યતા વધુ છે. જ્યારે આ વખતે રૂપાલાનું કેબિનેટમાંથી પત્તું કપાય તેવી શક્યતા છે. આ સાથે નિમુબેન બાંભણિયાને પણ મંત્રી પદ માટે કોલ આવ્યાની ચર્ચા છે.
11:50 AM
મહારાષ્ટ્રથી કોણ કોણ મંત્રી બની શકે
નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, રક્ષા ખડસે, રામદાસ આઠવલે, પ્રતાપરાવ જાધવ.
11:45 AM
બિહારથી કોણ કોણ મંત્રી બની શકે
જીતનરામ માંઝી, જેડીયુના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર, લલન સિંહ, ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ રાયને દિલ્હી બોલાવાયા છે.
11:40 AM
મધ્યપ્રદેશમાંથી કોણ કોણ મંત્રી બની શકે
મધ્યપ્રદેશથી 3થી 5 સાંસદ મંત્રી બને તેવી શક્યા છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજ સિંહ ચૌહાણ, હિમાદ્રી સિંહ, સાવિત્રી ઠાકુર અને મહેન્દ્ર સિંહ સોલંકીને તક મળી શકે છે.
11:30 AM
રાજસ્થાનમાંથી કોણ કોણ મંત્રી બની શકે
અત્યાર સુધીના અહેવાલ અનુસાર રાજસ્થાનથી અર્જુન રામ મેઘવાલને તક મળી શકે છે.
10:30 AM
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ દિલ્હી પહોંચ્યા
ખટાશભર્યા સંબંધો વચ્ચે પણ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ સમારોહમાં નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભૂટાનના રાજ્યોના વડાઓ પણ હાજરી આપવાના છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી થોડા સમય પછી પોતાના સંભવિત મંત્રીઓ સાથે ચાય પે ચર્ચા પણ કરશે.
10:25 AM
મોરેશિયસના પીએમ પણ દિલ્હી પહોંચ્યા
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ માટે દિલ્હી પહોંચી ગયા છે. ભારત અને મોરેશિયસ વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ દરિયાઈ ભાગીદારી છે.
8:25 AM
શપથ ગ્રહણ સમારોહ કડક સુરક્ષા વચ્ચે યોજાશે
જ્યારે વડાપ્રધાનની શપથવિધિ ચાલી રહી હશે ત્યારે સુરક્ષાનું અભેદ્ય ચક્ર રચાશે. નવી દિલ્હી વિસ્તાર નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાશે.
8:15 AM
કેવો છે શપથ ગ્રહણ કાર્યક્રમ?
દિલ્હી પોલીસના 3 હજાર જવાનો, 15 કંપની અર્ધલશ્કરી દળના જવાનો, NSG, SPG અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓ પણ તૈનાત રહેશે.
5 વાગ્યે મહેમાનો આવવાનું શરૂ થશે. શપથગ્રહણ સાંજે 7.15 કલાકે શરૂ થશે.
નવી દિલ્હીની સીમામાં આવતા તમામ રસ્તાઓ પર કડક સુરક્ષા રહેશે. નવી દિલ્હી વિસ્તારના તમામ મહત્વના રસ્તાઓ પર અર્ધલશ્કરી દળોની સાથે દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
8મી જૂને દિલ્હી પોલીસે VVIP રૂટ પર ડમી કાફલો કાઢ્યો હતો, જેમાં કેટલો સમય અને શું હશે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીની તે તમામ હોટલોમાં જ્યાં વિદેશી મહેમાનો રોકાયા છે. ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને નમન કર્યા બાદ પીએમ મોદીએ વૉર મેમોરિયલની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી નરેન્દ્ર મોદી અહીંથી અટલ જવા રવાના થયા.