PM મોદીએ મન કી બાતમાં G20 અને ચંદ્રયાન-3નો ઉલ્લેખ કર્યો, કહ્યું- દુનિયાએ ભારતની સફળતા જોઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 105મો એપિસોડ આજે રિલીઝ થયો છે

દેશના ખુણે-ખુણેથી સંદેશો મળી રહ્યા છે : PM મોદી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
PM મોદીએ મન કી બાતમાં G20 અને ચંદ્રયાન-3નો ઉલ્લેખ કર્યો, કહ્યું- દુનિયાએ ભારતની સફળતા જોઈ 1 - image


PM Modi Mann Ki Baat :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 105મા એપિસોડને સંબોધિત કર્યો હતો. આજે મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ, G-20નું સફળ આયોજન અને મિડલ ઈસ્ટ કોરિડોર વિશે વાત કરી હતી.

105મો એપિસોડ આજે રિલીઝ થયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 105મો એપિસોડ આજે રિલીઝ થયો છે. આ કાર્યક્રમમાં PM મોદીએ ચંદ્રયાન-3ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગથી લઈને G20ના સફળ આયોજન વિશે વાત કરી હતી. G20 સમિત બાદ આજે મન કી બાતનો પ્રથમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું હતું કે તેમને દેશના ખુણે-ખુણેથી સંદેશો મળી રહ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મને ફરી એકવાર દેશવાસીઓની સફળતા શેર કરવાની તક મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ તરફથી ઘણા સંદેશાઓ મળી રહ્યા છે.

મિડલ ઈસ્ટ વિશે બોલ્યા પીએમ મોદી

પીએમ મોદી પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સિલ્ક રુટની ચર્ચા કરી હતી. તેમણે વધુમાં મિડલ ઈસ્ટ વિશે કહ્યું હતું કે કેવી રીતે આ માર્ગથી વેપાર થતો હતો. આ ઉપરાંત આવો જ એક માર્ગ ફરીથી બનાવવામાં આવી રહ્યો છે તેમ કહ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે G20માં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઈકોનોમિક કોરિડોરનું સૂચન પણ કરવામાં આવ્યું છે. આ કોરિડોર આવનાર સેંકડો વર્ષો સુધી વિશ્વ વ્યાપારનો આધાર બની રહેશે. 

ચંદ્રયાન-3 બાદ G20ની સફળતાથી ખુશીઓ બમણી થઈ

પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં આગળ વાત કરતા કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ જે રીતે G-20નું આયોજન સફળ રહ્યું છે તેનાથી ભારતીયોની ખુશી બમણી થઈ છે. ભારત મંડપમ પોતે જ એક સેલિબ્રિટી બની ગયો છે. આ સિવાય ભારતે આફ્રિકન યુનિયનને G-20નો સભ્ય બનાવીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. આફ્રિકન યુનિયન 51 દેશોનો એક સમૂહ છે જેને નવી દિલ્હીમાં G-20માં સભ્ય બનાવવામાં આવ્યો હતો.

ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ દરમિયાય ISROએ રોકોર્ડ બનાવ્યો

પ્રધાનમંત્રી મોદીએ આજે મન કી બાતમાં ચંદ્રયાન-3ના ચંદ્ર પરના સફળ લેન્ડિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે લેન્ડર ચંદ્ર પર લેન્ડિંગ કરવા જઈ રહ્યું હતું ત્યારે કરોડો લોકોએ એક સાથે વિવિધ માધ્યમો દ્વારા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ISROની યુટ્યુબ લાઈવ ચેનલ પર 80 લાખ કરતા પણ વધારે લોકોએ આ ઐતિહાસિક ક્ષણ જોઈને એક રેકોર્ડ બનાવ્યો હતો. આનાથી ખ્યાલ આવે છે કે ચંદ્રયાન-3 સાથે ભારતીયનું કેટલું ઊંડું જોડાણ છે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News