Get The App

70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને કેન્દ્ર સરકાર આપશે મોટી ભેટ, મંગળવારથી શરૂ કરશે આ યોજના

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને કેન્દ્ર સરકાર આપશે મોટી ભેટ, મંગળવારથી શરૂ કરશે આ યોજના 1 - image


Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana : કેન્દ્ર સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર મંગળવારે આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરશે. એક સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (AB-PMJAY) હેઠળ 26 ઓક્ટોબરના રોજ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે આરોગ્ય વીમાની શરૂઆત થવાની સંભાવના છે.

નિયમિત રસીકરણની ઇલેક્ટ્રોનિક નોંધણી

સૂત્રોના જણાવ્યા મુજબ, આ યોજના ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિયમિત રસીકરણની ઇલેક્ટ્રોનિક નોંધણી રાખવા માટે વિકસાવાયેલા ‘યૂ-વિન’ પોર્ટલનો પણ શુભારંભ કરાવશે. આ પોર્ટલ હાલમાં પ્રાયોગિક ધોરણે કાર્યરત છે. વડાપ્રધાન આ બંને પ્રોજેક્ટ ઉપરાંત અન્ય પ્રોજેક્ટોનો પણ શુભારંભ કરાવશે.

આ પણ વાંચો : ડિજિટલ એરેસ્ટ મુદ્દે લોકોને સાવચેત રહેવાની વડાપ્રધાન મોદીની અપીલ, જાણો શું સલાહ આપી

AB-PMJAY 6 કરોડ લોકોને થશે લાભ

70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટેના આરોગ્ય વીમા એટલે કે AB-PMJAY યોજના શરૂ થયા બાદ 4.5 કરોડ પરિવારોના લગભગ છ કરોડ લોકોને લાભ મળશે. જ્યારે કોવિડ-19 વેક્સિન મેનેજમેન્ટ સિસ્ટમ ‘કો-વિન’ની જેમ વિકસીત કરાયેલી ‘યૂ-વિન’ એપના કારણે સગર્ભા મહિલાઓ ઉપરાંત જન્મથી લઈને 17 વર્ષના બાળકોના રસીકરણનું કાયમી ડિજિટલ રેકોર્ડ પણ રહેશે.

આયુષ્માન ભારત યોજના શું છે ?

70 વર્ષ કે તેથી વધુ ઉંમરની દરેક વૃદ્ધો આયુષ્માન કાર્ડ મેળવવા માટે લાયક છે અને જ્યારે વિસ્તૃત યોજના શરૂ થાય ત્યારે AB PMJAY'હેઠળ કોઈપણ સૂચિબદ્ધ હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. પહેલી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત કુલ 29648 હોસ્પિટલોને PMJAY હેઠળ સૂચિબદ્ધ કરાઈ છે. યોજના હાલમાં દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સિવાય 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આધાર કાર્ડમાં નોંધાયેલી ઉંમર મુજબ, 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વૃદ્ધો આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી: મહાયુતિના પાંચ દિગ્ગજ નેતાનો મોટો ખેલ ! શિંદે-અજિતને થયો ફાયદો, ભાજપને પડ્યો ફટકો


Google NewsGoogle News