'જે દેશ ઈનોવેશનને મહત્વ આપતો નથી તેનો વિકાસ અટકી જાય છે', PMએ કરી 108મી મન કી બાત

આપણે સાથે મળીને પ્રયાસો કર્યા છે ત્યારે દેશને ઘણો લાભ થયો છે : PM

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
'જે દેશ ઈનોવેશનને મહત્વ આપતો નથી તેનો વિકાસ અટકી જાય છે', PMએ કરી 108મી મન કી બાત 1 - image


Mann Ki Baat : આજે વર્ષના છેલ્લા દિવસની સાથે છેલ્લો રવિવાર પણ છે. રાતના 12 વાગ્યાની સાથે જ વર્ષ 2023 સમાપ્ત થશે અને નવું વર્ષ શરૂ થશે, ત્યારે આજે વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા લોકોને સંબોધન કરી રહ્યા છે. આજે આ કાર્યક્રમનો 108મો એપિસોડ છે.

ભારત ઈનોવેશનનું હબ બની રહ્યું છે : PM

આપણે સાથે મળીને પ્રયાસો કર્યા છે ત્યારે દેશને ઘણો લાભ થયો છે. દેશમાં 70 હજાર અમૃત સરોવરોનું નિર્માણ એ આપાણી સામૂહિક સિદ્ધિ છે અને હું માનું છું કે જે દેશ ઈનોવેશનને મહત્વ આપતો નથી તે દેશનો વિકાસ અટકી જાય છે. આપણે 2015માં વૈશ્વિક ઇનોવેશન રેન્કમાં 81મા ક્રમે હતા જ્યારે આજે  40માં ક્રમે છે. ભારતમાં મોટી સંખ્યામાં પેટન્ટ દાખલ કરવામાં આવી હતી. આ વખતે QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં સૌથી વધુ ભારતીય યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PM મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

PM મોદીએ મન કી બાતમાં કાર્યક્રમમાં કહ્યું કે 'તમામને 2024 માટે ઘણી શુભકામનાઓ. આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણા દેશે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે 2024માં પણ આ જ ભાવના અને મોમેંન્ટમ જાળવી રાખવાની છે. ઉપરાંત કહ્યું કે આજે પણ ઘણા લોકો મને ચંદ્રયાન-3ની સફળતાને લઈને મેસેજ મોકલી રહ્યા છે. મને ખાતરી છે કે મારી જેમ તમે પણ આપણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવી રહ્યા હશો.

અહીં 108નું ખાસ મહત્વ - PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે '108 નંબરનું અહીં ખાસ મહત્વ છે જેમાં તેની પવિત્રતા, એક ઊંડા અભ્યાસનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વખત જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, આ 108ની સંખ્યા અપાર શ્રદ્ધા સાથે જોડાયેલી છે.

મન કી બાતનું 11 વિદેશી ભાષાઓમાં થાય છે પ્રસારણ

'મન કી બાત' કાર્યક્રમનું 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત ફ્રેન્ચ, ચાઈનીઝ, ઈન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસી સહિત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયોના 500થી વધુ કેન્દ્રો પરથી પ્રસારિત થાય છે.

'જે દેશ ઈનોવેશનને મહત્વ આપતો નથી તેનો વિકાસ અટકી જાય છે', PMએ કરી 108મી મન કી બાત 2 - image


Google NewsGoogle News