Get The App

115મી વખત PM મોદીએ કરી 'મન કી બાત', છોટા ભીમ- મોટુ પતલુનો ઉલ્લેખ કરી ચોંકાવ્યા

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
115મી વખત PM મોદીએ કરી 'મન કી બાત', છોટા ભીમ- મોટુ પતલુનો ઉલ્લેખ કરી ચોંકાવ્યા 1 - image


PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 115મી વખત 'મન કી બાત' કરી છે. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના 115મા એપિસોડમાં પોતાના જીવનની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, મને બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત લેવાની તક મળી જે મારા માટે ખાસ હતી. તેમણે કહ્યું કે બે મહાપુરુષોની 150મી જન્મજયંતિ આવી રહી છે. જો કે, આ વખતે પીએમ મોદીએ 'મન કી બાત'માં છોટા ભીમ અને મોટુ પતલુ જેવા લોકપ્રિય કાર્ટૂનનો ઉલ્લેખ કરી બધાને ચોંકાવી દીધા હતા.

દેશમાં ક્રિએટિવીટીની લહેર ચાલી રહી છે

મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતાંકહ્યું, કે, દેશમાં ક્રિએટિવીટીની લહેર ચાલી રહી છે. જ્યારે છોટા ભીમ ટીવી પર આવતું હતું, ત્યારે બાળકો કેટલા ખુશ રહેતા હતા. અમારી અન્ય એનિમેટેડ સિરિયલો મોટુ પતલુ, હનુમાન વિશ્વભરમાં પ્રચલિત છે. ભારતનું એનિમેશન વિશ્વભરમાં લોકપ્રિય છે. કાલે 'વર્લ્ડ એનિમેશન ડે' મનાવવામાં આવશે. આવો ભારતને મજબૂત કરીએ. 


વીઆર ટુરીઝમ ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહ્યું છે...

પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે એનિમેશન સેક્ટર આજે એક એવી ઈન્ડસ્ટ્રીનું રૂપ લઈ ચૂક્યું છે જે બીજી ઈન્ડસ્ટ્રીને તાકાત આપી રહ્યું છે. જેમ કે હાલમાં વીઆર ટુરીઝમ ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહ્યું છે. તમે વર્ચ્યુઅલ ટૂર દ્વારા અંજતા ગુફાઓની મુલાકાત લઈ શકો છો. કોણાર્ક મંદિરના કોરિડોરમાં ફરી શકો છો અથવા તો વારાણસીના ઘાટનો આનંદ માણી શકો છો.

આ પણ વાંચો: અમેરિકા વધુ બે દેશો વચ્ચે યુદ્ધ ભડકાવશે? હથિયારોનું મોટું ભંડાર આપતાં 'ડ્રેગન' અકળાયું, આપી ધમકી

મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ આગળ કહ્યું કે, પર્યટન સ્થળોનું વર્ચ્યુઅલ ટુર લોકોના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનું માધ્યમ બની ગયું છે. આજે આ સેક્ટરમાં એનિમેટર્સની સાથે જ સ્ટોરી ટેલર્સ, લેખકો, વોઈસ-ઓવર એક્સપર્ટ, મ્યૂઝિશિયન, ગેમ ડેવલપર્સ, વીઆર અને એઆર એક્સપર્ટની માગ પણ સતત વધી રહી છે. આ જ કારણોસર હું ભારતના યુવાનો કહીશ કે, તમે પોતાની ક્રિએટિવીટીને વિસ્તાર આપો. શું ખબર વિશ્વનું આગામી સુપરહિટ એનિમેશન કદાચ તમારા કમ્પ્યુટરમાંથી પણ નીકળી શકે છે.

આત્મનિર્ભર ભારત અભિયાન એક જન અભિયાન.......

પીએમ એ કહ્યું કે, 'આત્મનિર્ભર ભારત અભિયાન એક જન અભિયાન બની રહ્યું છે અને આપણે દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસવ કરી રહ્યા છીએ. જેમ કે, આ મહિને અમે લદ્દાખના હેનલેમાં એશિયાના સૌથી મોટા ઈમેજિંગ ટેલિસ્કોપ MACEનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તે 4300 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.'



Google NewsGoogle News