Get The App

કાલે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવશે વડાપ્રધાન મોદી, ત્રિવેણી ઘાટ પર કરશે ગંગા આરતી

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
કાલે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવશે વડાપ્રધાન મોદી, ત્રિવેણી ઘાટ પર કરશે ગંગા આરતી 1 - image


Mahakumbh 2025: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીના રોજ મહાકુંભ 2025 શરુ થયો છે. જેમાં સંતો-મહંતો, દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને દિગ્ગજો ભાગ લઈ રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (5 ફેબ્રુઆરી, 2025) પ્રયાગરાજમાં મહાકુંભ મેળા 2025માં પહોંચશે. એકંદરે PM મોદી પ્રયાગરાજમાં લગભગ એક કલાક રોકાશે. તેઓ બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ સવારે અંદાજિત 11 વાગ્યે નિષાદરાજ સંગમમાં પવિત્ર ડુબકી લગાવશે અને મા ગંગાની પૂજા-અર્ચના કરશે. આ દરમિયાન તેઓ અખાડા, આચાર્યવાડા, દાંડીવાડા અને ખાકચોકના પ્રતિનિધિઓને મળશે અને વાત કરશે.

પ્રયાગરાજમાં શરુ થયેલા મહાકુંભને દુનિયાનું સૌથી મોટું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આયોજન માનવામાં આવે છે, જેમાં દુનિયાભરથી શ્રદ્ધાળુઓ સામેલ થઈ રહ્યા છે. 13 જાન્યુઆરીએ શરુ થયેલો મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ચાલશે.

વડાપ્રધાન મોદીનો પ્રયાગરાજ કાર્યક્રમ

  • દિલ્હીમાં મતદાન વચ્ચે વડાપ્રધાન મોદી મહાકુંભમાં પહોંચશે.
  • વડાપ્રધાન મોદી સવારે 9:10 વાગ્યે નવી દિલ્હીથી રવાના થશે.
  • વડાપ્રધાન 10:05 વાગ્યે પ્રયાગરાજના બમરૌલી ઍરપોર્ટ પર પહોંચશે.
  • બમરૌલી ઍરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા તેઓ 10:35 વાગ્યે મહાકુંભ જશે.
  • હેલિકોપ્ટર મહાકુંભ ક્ષેત્રના DPS ગ્રાઉન્ડના હેલિપેડ પર લેન્ડ થશે.
  • વડાપ્રધાન મોદી 10:45 વાગ્યે અરેલ ઘાટ પહોંચશે.
  • અરેલ ઘાટથી નિષાદ રાજ ક્રૂઝ પર સવાર થઈને તેઓ સંગમ ઘાટ પહોંચશે.
  • સંગમ ઘાટ પર ત્રિવેણીની ધારામાં તેઓ આસ્થાની ડુબકી લગાવશે.
  • ત્રિવેણી સ્નાન બાદ તેઓ મા ગંગાની પૂજા-અર્ચના કરશે.
  • સંગમ ઘાટ પર જ સંતો-મહંતોના તેઓ આશિર્વાદ લેશે.
  • ત્યારબાદ તેઓ અક્ષયવટમાં દર્શન કરશે.
  • અક્ષયવટ બાદ તેઓ સૂતેલા હનુમાનજીના મંદિરમાં દર્શન કરશે.
  • મહાકુંભ ક્ષેત્રથી નીકળીને DPS ગ્રાઉન્ડથી ઍરપોર્ટ જશે, ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના તમામ મોટા નેતા મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે.

PM મોદીની પ્રયાગરાજની મુલાકાત દરમિયાન CM યોગી પણ હાજર રહેશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં 2019ના કુંભ મેળામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગંગામાં સ્નાન કર્યું હતું અને ગંગા પંડાલમાં સફાઈ કામદારોના પગ ધોયા હતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. આ વખતે તેમનો કાર્યક્રમ નેત્ર કુંભના શિબિરમાં પ્રસ્તાવિત છે. જ્યારે રાષ્ટ્રપતિ મુર્મૂ 10મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે.

આ પણ વાંચો: 'બધા દેશવાસીઓને અપીલ કરું છું કે, દરેકની પોતાની વિચારધારા હશે, પણ દેશથી મોટું કંઈ નથી', લોકસભામાં PM મોદીનું નિવેદન


Google NewsGoogle News