PM મોદીનો કાશ્મીરી 'દોસ્ત', સાથે સેલ્ફી પણ લીધી, પુલવામા આતંકીના ઘરથી ફક્ત 2 કિ.મી. દૂર રહે છે
ગુરુવારે નાઝિમ માટે તે એક સપનું સાકાર કરતી ક્ષણ હતી જ્યારે વડાપ્રધાન મોદીએ તેની સાથે માત્ર સેલ્ફી જ લીધી ન હતી પરંતુ તેને 'મિત્ર' પણ ગણાવ્યો
image : Twitter |
PM Modi and Nazim Nazir Selfi News | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કાશ્મીરની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ ઘણા લોકોને મળ્યા. પરંતુ એક કાશ્મીરી યુવક સાથેની તેમની મુલાકાત ખૂબ ચર્ચામાં રહી. તેનું નામ નાઝીમ નઝીર છે. ગુરુવારે નાઝિમ માટે તે એક સપનું સાકાર કરતી ક્ષણ હતી જ્યારે વડાપ્રધાન મોદીએ તેની સાથે માત્ર સેલ્ફી જ લીધી ન હતી પરંતુ તેને 'મિત્ર' પણ ગણાવ્યો. અહીં ખાસ વાત એ છે કે નાઝીમ એ વિસ્તારમાં રહે છે જ્યાંથી ફક્ત 2 કિ.મી. દૂર પુલવામા આતંકી હુમલાનો હુમલાખોર રહેતો હતો.
પુલવાના આતંકી હુમલો ક્યારેય ભૂલી ના શકાય...
14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, પુલવામાના આદિલ અહમદ ડારે તેની વિસ્ફોટક ભરેલી કાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કાફલામાં ઘૂસાડી દીધી હતી. આ આતંકી હુમલામાં ભારતીય સેનાના 44 જવાનો શહીદ થયા હતા. ગુરુવારે આ જ વિસ્તારના એક યુવક નાઝીમ નસીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની સક્સેસ સ્ટોરી જણાવી અને તેમની સાથે સેલ્ફી લીધી. એવું કહેવાય છે કે કલમ 370 નાબૂદ થયા પછી છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા ફેરફારો તરફ ઈશારો કરે છે.
કોણ છે નાઝીમ નસીર
નાઝીમ નસીરનું ગામ સંબુરા પુલવામામાં આદિલ અહમદ ડારના ગામથી માત્ર બે કિલોમીટર દૂર છે. આ સિવાય કાકાપોરા સ્થિત ગુંડીબાગ ગામમાં આતંકવાદી ડારનું ઘર સંબુરાની બરાબર બાજુમાં છે. બંને ઘરો જેલમ નદી દ્વારા વિભાજિત છે. જો કે બંનેની કહાણી એકદમ અલગ છે. નઝીરે મધમાખી ઉછેરનું સફળ એકમ સ્થાપ્યું. બક્ષી સ્ટેડિયમમાં વડાપ્રધાનની જાહેર રેલી બાદ મોદી સાથે વાતચીત કરવાની તક મેળવનારા યુવાઓમાં તે પણ સામેલ હતો.
પીએમ મોદીએ કરી ટ્વિટ...
વડાપ્રધાને નઝીર સાથે લીધેલી સેલ્ફી ટ્વિટ પણ કરી હતી. 'X' પર એક પોસ્ટમાં વડાપ્રધાને કહ્યું, "મારા મિત્ર નઝીર સાથે એક યાદગાર સેલ્ફી. હું તેના સારા કામથી ખૂબ જ ખુશ છું. જાહેર સભા પછી તેણે સેલ્ફી લેવાની વિનંતી કરી અને હું તેને મળીને ખુશ થયો. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.