‘માતા ગંગાએ મને ખોળે લીધો, હું અહીંનો થઈ ગયો છું...’ વારાણસીમાં બોલ્યા વડાપ્રધાન મોદી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
‘માતા ગંગાએ મને ખોળે લીધો, હું અહીંનો થઈ ગયો છું...’ વારાણસીમાં બોલ્યા વડાપ્રધાન મોદી 1 - image


PM Narendra Modi in Varanasi : વારાણસી બેઠક પરના વિજેતા ઉમેદવાર અને દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળનાર નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લીધી હતી. તેમણે અહીં જનસભા સંબોધી ખેડૂતો, પાર્ટીના કાર્યકર્તાઓ અને વારાણસી વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘ચૂંટણી જીત્યા બાદ હું પ્રથમવાર વારામસી આવ્યો છું. કાશીની જનતાને મારા પ્રણામ... કાશીના લોકોના કારણે હું ધન્ય થઈ ગયો છું. સૂર્ય દેવતાએ પણ ઠંડક વરસાવવાનું શરૂ કરી દીધું છે. માતા ગંગાએ મને ખોળે લીધો છે. હું અહીંનો થઈ ગયો છું.’

વડાપ્રધાન PM-KISANનો 17મો હપ્તો જારી કર્યો

તેમણે સંબોધનમાં કહ્યું કે, ‘અમારી સરકાર ખેડૂત ભાઈ-બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કાશીની પવિત્ર ભૂમિ પરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જમા કરી હું ગર્વ અનુભવી રહ્યો છું. આ યોજનો 17મો હપ્તો જમા કરી 9.26 કરોડથી વધુ ખેડૂતોને 20,000 કરોડથી વધુનો લાભ મળશે.’ 

કૃષિ સખીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું

આ ઉપરાંત વડાપ્રધાને કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000થી વધુ સ્વ-સહાય જૂથોને પ્રમાણપત્રોનું વિતરણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યના ઘણા મંત્રીઓએ પણ ભાગ લીધો હતો. 

‘માતા ગંગાએ મને ખોળે લીધો, હું અહીંનો થઈ ગયો છું...’ વારાણસીમાં બોલ્યા વડાપ્રધાન મોદી 2 - image

PM-KISANમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું

સૌ પ્રથમ તમારે આપેલી વેબસાઈટ પર જઈ ન્યુ ફાર્મર પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમા તમને બે ઓપ્શન બતાવવામાં આવશે રુરલ અને અર્બન. જેમા તમને જે લાગુ પડતુ હોય તેમા ટીક કરવું. હવે તમારુ આધારકાર્ડ, મોબાઈલ નંબર અને પોતાનું રાજ્ય સિલેક્ટ કરી ગેટ ઓટીપી પર ક્લીક કરો. ઓટીપી પર ક્લીક કર્યા પછી પ્રોસેસ ફોર રજીસ્ટ્રેશન ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે. તેના પછી તમારી બાકીની જાણકારી ભરવાની રહેશે. હવે તમે આધાર ઓંથેટિકેશન પર આગળ વધો. હવે તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને સેવ બટન પર ક્લીક કરવાનું રહેશે. તમારી અરજી સ્વીકાર થયા બાદ તમને એક મેસેજ સ્ક્રીન પર શો થઈ જશે. 

‘માતા ગંગાએ મને ખોળે લીધો, હું અહીંનો થઈ ગયો છું...’ વારાણસીમાં બોલ્યા વડાપ્રધાન મોદી 3 - image

આ રીતે હપ્તો જમા થયો છે કે નહિં તે અંગે જાણો

1. pmkisan.gov.inની મુલાકાત લઈ મેઈન પેજ પર કિસાન કોર્નર પર ક્લિક કરો.
2. જ્યાં બેનિફિશિયરી સ્ટેટસનો વિકલ્પ પસંદ કરો.
3. રજિસ્ટર્ડ આધાર નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબર ઉમેરો.
4. સ્ટેટ્સ મેળવો પર ક્લિક કરો જેથી હપ્તો જમા થયો છે કે નહિં તેની વિગતો જોવા મળશે.

કોઈ સમસ્યા આવતી હોય તો અહીં સંપર્ક કરી શકો છો

પીએમ કિસાન યોજના સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો કિસાન ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર જઈ સંપર્ક કરી શકે છે. તથા હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો. 


Google NewsGoogle News