વડાપ્રધાન મોદી ડરી ગયા છે, સ્ટેજ પર રડે તો નવાઇ નહીં : રાહુલ
કોંગ્રેસે યુવાનોને અગ્નિપથ રદ કરવાનું વચન આપ્યું
દેશ ત્રણ મોટી સમસ્યાઓ ગરીબી, બેકારી, મોંઘવારીનો સામનો કરી રહ્યો છે ઃ ફક્ત કોંગ્રેસ જ આ સમસ્યાઓ દૂર કરી શકે છે
વિજયપુરા / બલ્લારી (કર્ણાટક) : વડાપ્રધાન મોદી ડરી ગયા છે અને સ્ટેજ પર રડી પણ શકે છે તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. કર્ણાટકના વિજયપુરામાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે જો તમે વડાપ્રધાનના ભાષણ સાંભળશો તો તમને સ્પષ્ટપણે દેખાઇ આવશે કે તે ડરી ગયા છે.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન અલગ અલગ રીતે પ્રજાનું ધ્યાન હટાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. તેઓ ક્યારેક ચીનની વાત કરે છે તો ક્યારેક પાકિસ્તાનની વાત કરે છે. તે ક્યારેક થાળી વગાડવાનું કહે છે તો ક્યારેક તે મોબાઇલ ટોર્ચ ચાલુ રાખવાનું જણાવે છે.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે હાલમાં દેશ ત્રણ મોટી સમસ્યાઓ ગરીબી, બેકારી અને મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ફક્ત કોંગ્રેસ જ આ ત્રણેય સમસ્યાઓથી દેશને મુક્તિ અપાવી શકે છે. વડાપ્રધાન મોદીએ ગરીબ લોકોનાં નાણાં છીનવીને કેટલાક લોકોને અબજપતિ બનાવ્યા છે. દેશમાં ૨૨ લોકો એવા છે કે જેમની પાસે દેશના ૭૦ કરોડ લોકો જેટલી સંપત્તિ છે. દેશના ફક્ત ૧ ટકા લોકો દેશની ૪૦ ટકા સંપત્તિ પર અંકુશ ધરાવે છે. રાહુલ ગાંધીએ આજે અગ્નિપથ, મનરેગા અને નદીઓનું ધોવાણ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતાં.
તેમણે પ્રશ્ર કર્યો હતો કે બિહારમાં ભાજપ સરકાર મનરેગાનું ગળું કેમ દબાવી રહી છે? તેમણે વધુ એક પ્રશ્ર કર્યો હતોે કે ભાજપ પશ્રિમ બંગાળ અને બિહારમાં નદીઓનું ધોવાણ કેમ અટકાવતી નથી?
કોંગ્રેસ પાર્ટીએ યુવાનોને વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો તે અગ્નિવીર યોજના રદ કરશે અને અગાઉમની જૂની સિસ્ટમ ફરી લાગુ કરશે.