હજુ સુધી ભારત નથી આવ્યા પોપ ફ્રાંસિસ, કેટલું મહત્ત્વનું છે PM મોદીએ આપેલું આમંત્રણ?
Pm Modi Invites Pope Francis: ઇટાલીમાં આયોજિત જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ પોપને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. અગાઉ મોદી 87 વર્ષના પોપ ફ્રાંસિસ સાથે ગળે મળ્યા અને હળવાશથી વાત કરતા જોવા મળ્યા હતા. મોદીએ પોપને વર્ષ 2016 અને 2021માં ભારતનો પ્રવાસ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તે આવ્યા ન હતા. આ વખતે પણ મોદીએ વેટિકનના ચીફ પોપ ફ્રાંસિસને આમંત્રણ આપ્યું છે. હવે એ જોવાનું રહેશે કે તેઓ ભારત આવશે કે નહી. જો આવશે તો ક્યારે? જો તેઓ ભારત આવશે તો હિન્દુ બહુમતી ઘરાવતા રાષ્ટ્રમાં તેમની આ પહેલી યાત્રા હશે.
મોદીની પોપ ફ્રાંસિસ સાથેની મુલાકાત
વડાપ્રધાન મોદી અને પોપ ફ્રાંસિસ વચ્ચે ઇટાલીના અપુલીયામાં આયોજિત જી-7 સમિટના 'આઉટરિચ સેશન' દરમિયાન મુલાકાત થઇ હતી. મોદીએ કહ્યું કે,' હું લોકોની સેવા કરવા અને આપણા ગ્રહ (પૃથ્વી)ને સુધારવાની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું'. સાથે મોદીએ પોપને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પોપે આમંત્રણ સ્વીકાર્યું હતું. તેમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ , ઊર્જા , આફ્રિકા અને ભૂમધ્ય સાગર વિષયના 'આઉટરીચ સેશન'ને સંબોધતા કહ્યું હતું કે, 'એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો વ્યવસ્થિત ઉપયોગ કરવો એ આપણા પર નિર્ભર કરે છે'.
મોદી પહેલા ક્યાં વડાપ્રધાનોએ પોપ સાથે મુલાકાત કરી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ઇન્દ્ર કુમાર ગુજરાલ અને અટલ બિહારી વાજપેયીએ પોપ સાથે મુલાકાત કરી ચુક્યા છે. મોદી 2021માં જી-20 સમિટ માં સામેલ થવા ઈટાલી ગયા હતા. ત્યારે પણ તેમણે પોપ સાથે મુલાકાત કરી હતી. ત્યારે પોપને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. વર્ષ 2016માં પોપ ભારત આવવાના હતા. પરંતુ આવી શક્યા ન હતા. છેલ્લે 1999માં પોપ જોન પોલ દ્વિતિય ભારતની મુલાકાત આવ્યા હતા.