Get The App

ભારતની સૌથી ઝડપી ટ્રેનની શરૂઆત, 40 જ મિનિટમાં દિલ્હીથી મેરઠ પહોંચાશે: PM મોદીએ પણ કરી મુસાફરી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ભારતની સૌથી ઝડપી ટ્રેનની શરૂઆત, 40 જ મિનિટમાં દિલ્હીથી મેરઠ પહોંચાશે: PM મોદીએ પણ કરી મુસાફરી 1 - image


Namo Bharat Corridor: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (પાંચમી જાન્યુઆરી) સવારે સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટર લાંબા વધારાના વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદી સવારે 11.30 વાગ્યે હિંડોન એરબેઝથી સાહિબાબાદ પહોંચ્યા હતા.

બાળકોએ વડાપ્રધાન મોદીને ઘણી ગિફ્ટ્સ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનની સવારી પણ કરી હતી. આ દરમિયાન તેઓ બાળકોને મળ્યો હતા.  આ બાળકોએ વડાપ્રધાન મોદીને ઘણી ગિફ્ટ્સ આપી હતી, જેમાં પેઈન્ટિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટના ઉદ્ઘાટનથી દિલ્હી અને મેરઠ વચ્ચે મુસાફરીની પ્રક્રિયા સરળ બની જશે. આ માત્ર મુસાફરીના સમયને ઘટાડશે નહીં પરંતુ સલામતી, વિશ્વસનીયતા, હાઇ સ્પીડ અને આરામદાયક મુસાફરીનો અનુભવ પણ આપશે.

આ પણ વાંચો: અમેરિકાના સંસદમાં 6 ભારતીય મૂળના સાંસદોએ લીધા શપથ, 'સમોસા કોકસ'ની ચર્ચા થવા લાગી


દિલ્હીથી મેરઠની મુસાફરીમાં 40 મિનિટનો સમય લાગશે

હવેથી ન્યૂ અશોક નગરથી મેરઠ સાઉથની મુસાફરી વધુ સરળ બની જશે. નમો ભારત ટ્રેન સાંજે 5 વાગ્યાથી દર 15 મિનિટે મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. સામાન્ય કોચનું ભાડું 150 રૂપિયા અને પ્રીમિયમ કોચનું ભાડું 225 રૂપિયા હશે. આ કનેક્ટિવિટી સાથે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી ખૂબ જ આરામદાયક અને સુલભ બની જશે.

દિલ્હી અને મેરઠ વચ્ચેની યાત્રાને નવો આયામ મળશે

લાખો મુસાફરોને આ નવી કનેક્ટિવિટીનો સીધો ફાયદો થશે. પીએમ મોદીએ અંદાજે રૂ. 1200 કરોડના ખર્ચે દિલ્હી મેટ્રો ફેઝ-4ના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના 2.8 કિલોમીટરના સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દિલ્હી મેટ્રોના તબક્કા-IVનો પ્રથમ વિભાગ છે, જેનું ઉદ્ઘાટન દિલ્હી મેટ્રો નેટવર્કને વધુ વિસ્તૃત કરશે.

ભારતની સૌથી ઝડપી ટ્રેનની શરૂઆત, 40 જ મિનિટમાં દિલ્હીથી મેરઠ પહોંચાશે: PM મોદીએ પણ કરી મુસાફરી 2 - image


Google NewsGoogle News