ક્લાઈમેટ ચેન્જ સંમેલન COP-28માં ભાગ લેવા PM મોદી પહોંચ્યા દુબઈ, શ્રેષ્ઠ ગ્રહ બનાવવાનું કર્યું આહ્વાન
ભારતીય સમુદાયે અહીં તેમનું સ્વાગત કર્યું
વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે
image : Twitter |
PM Modi in Dubai for COP-28| વડાપ્રધાન મોદી ગુરુવારે મોડી રાતે યુએઈનીની રાજધાની દુબઈ પહોંચી ગયા હતા. ભારતીય સમુદાયે અહીં તેમનું સ્વાગત કર્યું. તેઓ ક્લાઈમેટ ચેન્જ માટેના સંમેલન COP-28માં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા.
અરિંદમ બાગચીએ આપી માહિતી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે COP-28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી યુએઈ પહોંચ્યા હતા. તેઓ વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે અને ક્લાઈમેટ ચેન્જને આગળ વધારવાના ઉદ્દેશ્યથી વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે.
PM મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે COP-28 સંમેલનમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યો છું. હવે શિખર સંમેલનની રાહ જોઈ રહ્યો છું. કાર્યવાહીનો ઉદ્દેશ્ય એક શ્રેષ્ઠ ગ્રહ બનાવવાનો છે. આપણા સભ્યાગત લોકાચારને ધ્યાનમાં રાખી ભારતે હંમેશા સામાજિક અને આર્થિક વિકાસની સાથે ક્લાઈમેટ ચેન્જ સામે કાર્યવાહી પર ભાર મૂક્યો છે. જી-20 સમિટમાં પણ ક્લાઈમેટ જ પ્રાથમિકતામાં ટોચનો મુદ્દો હતો.