Get The App

PM મોદીના વિદેશ પ્રવાસ પાછળ 3 વર્ષમાં કેટલો ખર્ચ થયો? સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા

Updated: Mar 21st, 2025


Google News
Google News
PM મોદીના વિદેશ પ્રવાસ પાછળ 3 વર્ષમાં કેટલો ખર્ચ થયો? સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા 1 - image


PM Modi Foreign Trips Expenses: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે 2022થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો. 

રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ દિલ્હી હાઇકોર્ટના જજના બંગલામાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો, હવે બદલી

  • વર્ષ 2022માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતા. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઇન્ડોનેશિયા ગયા હતા.
  • વર્ષ 2023માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતા. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઑગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતા.
  • વર્ષ 2024માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઑગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઑક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતા.

2022માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ (રૂપિયા)
જર્મની9,44,41,562.00
ડેનમાર્ક5,47,46,921.00
ફ્રાન્સ1,95,03,918.00
નેપાળ80,01,483.00
જાપાન8,68,99,372.00
યુએઈ1,64,92,605.00
જર્મની14,47,24,416.00
જાપાન7,08,03,411.00
ઉઝબેકિસ્તાન1,57,26,709.00
ઇન્ડોનેશિયા4,69,52,964.00


2023માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ (રૂપિયા)
પાપુઆ ન્યુ ગિની8,58,04,677.00
ઓસ્ટ્રેલિયા6,06,92,057.00
જાપાન17,19,33,356.00
અમેરિકા22,89,68,509.00
ઈજિપ્ત2,69,04,059.00
ફ્રાન્સ13,74,81,530.00
યુએઈ1,45,06,965.00
દક્ષિણ આફ્રિકા6,11,37,355.00
ગ્રીસ6,97,75,753.00
ઈન્ડોનેશિયા3,62,21,843.00
યુએઈ4,28,88,197.00


આ પણ વાંચોઃ દિલ્હીમાં પણ ગુજરાતવાળી...અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં

2024માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ
યુએઈ5,31,95,485.00
કતાર3,14,30,607.00
ભુતાન4,50,27,271.00
ઈટાલી14,36,55,289.00
ઑસ્ટ્રિયા4,35,35,765.00
રશિયા5,34,71,726.00
પોલેન્ડ10,10,18,686.00
યુક્રેન2,52,01,169.00
બ્રુનેઈ5,02,47,410.00
અમેરિકા15,33,76,348.00
સિંગાપોર7,75,21,329.00
લાઓસ3,00,73,096.00
રશિયા10,74,99,171.00
નાઈજિરીયા4,46,09,640.00
બ્રાઝિલ5,51,86,592.00
ગુયાના5,45,91,495.00
કુવૈત2,54,59,263.00


મનમોહન સિંહની વિદેશયાત્રાના ખર્ચના આંકડા પણ રજૂ કરાયા 

વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાના ખર્ચને ‘જસ્ટિફાય’ કરવા હોય એમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વિદેશ યાત્રાઓના ખર્ચના આંકડા પણ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે. 

  • 2013માં તેમના રશિયાના પ્રવાસ પર 9,95,76,890 રૂપિયાનો ખર્ચ થયો હતો.
  • એ જ વર્ષે તેમના જર્મની પ્રવાસ પાછળ 6,02,23,484 રૂપિયાનો ખર્ચ થયો હતો. 
  • વર્ષ 2011માં મનમોહન સિંહના અમેરિકાના પ્રવાસ પાછળ 10,74,27,363 રૂપિયાનો ખર્ચ થયો હતો.
  • એ જ વર્ષે તેમની ફ્રાંસની યાત્રા પર 8,33,49,463 રૂપિયાનો ખર્ચ થયો હતો.  

આમ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અમેરિકા, રશિયા, જર્મની અને ફ્રાંસ એમ ચાર દેશના પ્રવાસ પાછળ રૂ.  35,05,77200 જેટલો ખર્ચ થયો હતો. જો કે, કેન્દ્ર સરકારે તેમના દરેક દેશના પ્રવાસ ખર્ચની વિગતો સરકારે જાહેર કરી નથી.  

Tags :