Get The App

PM મોદીની 56 ઈંચની છાતી ઈતિહાસ બની, ચૂંટણી પછી લોકોમાંથી ભય ગાયબ: USAમાં બોલ્યા રાહુલ ગાંધી

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
PM મોદીની 56 ઈંચની છાતી ઈતિહાસ બની, ચૂંટણી પછી લોકોમાંથી ભય ગાયબ: USAમાં બોલ્યા રાહુલ ગાંધી 1 - image


Rahul Gandhi Throws Flak At BJP: કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે વર્જિનિયાના હર્નડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'વડાપ્રધાન મોદીની ડરાવવાની વ્યૂહનીતિ ચૂંટણી પછી તરત જ ગાયબ થઈ ગઈ છે. આ વ્યૂહનીતિ માત્ર ચૂંટણી પુરતી જ સીમિત હતી, તે પણ ચૂંટણી પૂરી થતા જ ગાયબ થઈ ગઈ. ઘણાં લોકોએ મને કહ્યું કે હવે ભય નથી લાગતો, હવે ભય ગાયબ થઈ ગયો છે.'

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વર્જિનિયાના હર્નડનમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 'ભાજપ એ નથી સમજતું કે આ દેશ દરેકનો છે અને ભારત એક સંઘ છે. બંધારણમાં તે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ભારત સંઘ છે, જેમાં વિવિધ ઇતિહાસ, પરંપરાઓ, સંગીત અને નૃત્ય સામેલ છે, તેઓ (ભાજપ) કહે છે કે આ સંઘ નથી, કંઈક બીજું છે.'

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, 'અમારા બેંક ખાતાઓ ચૂંટણીના ત્રણ મહિના પહેલા સીલ કરવામાં આવ્યા હતા. અમે હવે શું કરવું તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. મેં કહ્યું જોઈએ કે શું થઈ શકે છે.'

આ પણ વાંચો: પેટ્રોલ-ડિઝલ-ઈલેક્ટ્રીક વાહનોની કિંમતો-સબસિડી અંગે ગડકરીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું


'પીએમ મોદીની 56 ઈંચની છાતી ઈતિહાસ બની'

લોકસભા ચૂંટણી પછીના વાતાવરણનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "ચૂંટણી પછી કંઈક બદલાઈ ગયું છે. કેટલાક લોકોએ કહ્યું કે હવે ભય નથી લાગતો. ભાજપ અને વડાપ્રધાન મોદીએ એટલો ડર ફેલાવ્યો, નાના ઉદ્યોગો પર દબાણ કર્યું હતું. આ બધું સેકન્ડોમાં ગાયબ થઈ ગયું. તેને ફેલાવવામાં તેમને વર્ષો લાગ્યા, પરંતુ એક ક્ષણમાં બધું સમાપ્ત થઈ ગયું. સંસદમાં હું વડાપ્રધાનને જોઉં છું અને કહી શકું છું કે મોદીજીની 56 ઈંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ હોવાનો દાવો, આ બધું હવે ઈતિહાસ બની ગયું છે.'

PM મોદીની 56 ઈંચની છાતી ઈતિહાસ બની, ચૂંટણી પછી લોકોમાંથી ભય ગાયબ: USAમાં બોલ્યા રાહુલ ગાંધી 2 - image


Google NewsGoogle News