Get The App

'ભારત-અમેરિકાની ભાગીદારીને મજબૂત કરવા ઉત્સુક છું', PM મોદીએ ટ્રમ્પને પાઠવ્યા અભિનંદન

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
'ભારત-અમેરિકાની ભાગીદારીને મજબૂત કરવા ઉત્સુક છું', PM મોદીએ ટ્રમ્પને પાઠવ્યા અભિનંદન 1 - image


US Election 2024 Result: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખપદની ચૂંટણી જીતવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવતા એક ખાસ સંદેશ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા 'X' પર લખ્યું કે, 'ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ મારા મિત્રને હાર્દિક અભિનંદન. જેવી રીતે તમે તમારા અગાઉના કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-અમેરિકાના વ્યાપક વાશ્વિક અને વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને સાથે મળી નવીનીકરણ કરવા માટે ઉત્સુક છું'

આ પણ વાંચો: ટ્રમ્પની ભવ્ય જીતનાં આ 6 મોટા કારણ, જેણે અપાવ્યો જીતનો તાજ, રિપબ્લિકન્સ ખુશ, ડેમોક્રેટ્સ હતાશ


પીએમ મોદી અને ટ્રમ્પ સારા મિત્રો છે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં સારા મિત્રો છે. દુનિયાએ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી ઘણી વખત જોઈ છે. પીએમ મોદી વર્ષ 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા ટ્રમ્પને મત કરવાની અપીલ કરી હતી. જો કે, તે ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ ગણાવી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યાં બાદ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે, ‘આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન નાગરિકોનો વિજય છે.’ 

'ભારત-અમેરિકાની ભાગીદારીને મજબૂત કરવા ઉત્સુક છું', PM મોદીએ ટ્રમ્પને પાઠવ્યા અભિનંદન 2 - image


Google NewsGoogle News