Get The App

'તમારા કારણે આપણું આકાશ સુરક્ષિત': PM મોદીએ 'Indian Air Force Day'ના અવસર પર વાયુ સૈનિકોને અભિનંદન પાઠવ્યા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
'તમારા કારણે આપણું આકાશ સુરક્ષિત': PM મોદીએ 'Indian Air Force Day'ના અવસર પર વાયુ સૈનિકોને અભિનંદન પાઠવ્યા 1 - image


Image Source: Twitter

-  આ અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બમરોલી વાયુસેના કેન્દ્રમાં શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યુ

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

Indian Air Force Day 2023: ભારતીય વાયુ સેના આજે પોતાના 91માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બમરોલી વાયુસેના કેન્દ્રમાં શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

હાલમાં પ્રયાગરાજમાં વાયુ સેનાનો એર શો ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુખોઈથી લઈને તેજસ અને રાફેલ સહિત લગભગ 100 ફાઈટર પ્લેન સાથે ભારતીય યોદ્ધા દમદાર પ્રદર્શન કરી રહ્યા છે. 

PM મોદીએ શેર કર્યો એક ખાસ વીડિયો

Indian Air Force Dayના અવસર પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની અભિનંદન પાઠવતો એક વીડિયો શેર કર્યો છે. 

પીએમ મોદીએ લખ્યું કે, વાયુ સેના દિવસ પર તમામ ભારતીય વાયુ સૈનિકો અને તેમના પરિવારને અભિનંદન. ભારતને ભારતીય વાયુસેનાની વીરતા, પ્રતિબદ્ધતા અને સમર્પણ પર ગર્વ છે. તેમની મહાન સેવા અને બલિદાન એ સુનિશ્ચિત કરે છે કે, આપણું આકાશ સુરક્ષિત છે. 

આ એર શો કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તાએ જણાવ્યું કે,  વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, આર્મી ચીફ જનરલ અનિલ ચૌહાણ અને સેન્ટ્રલ એર કમાન્ડના જનરલ ઓફિસર ઈન કમાન્ડિંગ એર માર્શલ આર.જી. કે. કપૂર પણ ઉપસ્થિત છે.


Google NewsGoogle News