‘મહિલા કાર્યકર્તાએ જેલમાં પસાર કર્યો હતો મહિનો’ મોદીએ અમદાવાદનો ઉલ્લેખ કરી યાદ કરી જૂની ઘટના
PM Modi Launched The National Membership Campaign Of BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવ્યો છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વડાપ્રધાનને પ્રથમ સદસ્ય બનાવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમદાવાદનો ઉલ્લેખ કરવાની સાથે જનસંઘનો જૂની યાદો વાગોળી હતી.
‘તે સમયે ઘણા નેતાઓ અમારી મજાક ઉડાવતા હતા’
વડાપ્રધાને કહ્યું કે, ‘જ્યારે જનસંઘના જમાનો હતો અને તે વખતે હું રાજકારણમાં ન હતો, ત્યારે અમે ખૂબ ઉત્સાહથી દીવાલો પર જનસંઘના નિશાનને પેઈન્ટ કરતા હતા. તે સમયે ઘણી રાજકીય પાર્ટીના નેતાઓ અમારી મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા હતા કે, દીવાલો પર દીપક પેઈન્ટર કરવાથી સત્તાની ગલી સુધી ન પહોંચી શકાય.’
‘તેમને લાગે છે કે, આવું કરી તેઓ મોટા બની જશે’
તેમણે કહ્યું કે, ‘અમે તે લોકો છીએ, જેમણે દીવાલો પર કમળ પેઈન્ટ કર્યું, પરંતુ અમે એટલી શ્રદ્ધાથી પેઈન્ટ કર્યું કે, અમને વિશ્વાસ હતો કે, દીવાલો પર પેઈન્ટ કરેલું કમળ, ક્યારેક લોકોના દીલો પર પણ પેઈન્ટ થઈ જશે. કેટલાક લોકો હંમેશા અમારી મજાક ઉડાવતા હતા. જ્યારે સંસદમાં બે સભ્યો હતા, ત્યારે પણ ખૂબ ખરાબ મજાક ઉડાવાઈ હતી. જોકે કેટલાક લોકોનું ચરિત્ર જ આવું હોય છે. તેમને લાગે છે કે, આવું કરી તેઓ મોટા બની જશે.’
અમે અનેક ટીકાઓ સહન કરી છતાં આગળ ચાલતા ગયા : મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમે અનેક ટીકાઓ સહન કરી, મનમાં જન કલ્યાણની ભાવના રાખી, નેશન ફર્સ્ટની ભાવના જીતી આગળ ચાલતા જ ગયા. અમને પંડિત દિનદયાલ ઉપાધ્યાયે મંત્ર આપ્યો હતો કે, ચરૈવેતી... ચરૈવેતી... ચરૈવેતી... એટલે કે, ચાલતા રહો. જનસંઘ અને ભાજપના કાર્યકરોની ઓળખ છે અને આજે પણ કેટલાક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી તેવું જ જીવન જીવે છે અને તેમના આદર્શો માટે લડે છે. અમારા કાર્યકર્તાઓ ભાજપના હોય કે જનસંઘના, તેમનો એક પગ રેલમાં હોય છે અને બીજો પગ જેલમાં હોય છે.’
વડાપ્રધાન મોદીએ અમદાવાદની જૂની યાદોને કરી યાદ
તેમણે અમદાવાદનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘50 વર્ષ પહેલાની વાત છે, જ્યારે જનસંઘના લોકો અમદાવાદમાં સત્યાગ્રહણ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં આંદોલન કરી રહેલી એક કાર્યકર્તા બહેને નવ મહિનાના બાળક સાથે એક મહિને જેલમાં પસાર કર્યો હતો. આવા અત્યાચારો સહન કરીને પાર્ટી આજે અહીં સુધી પહોંચી છે.
વડાપ્રધાન મોદી ભાજપના પ્રથમ સદસ્ય બન્યા
આ પહેલા વડાપ્રધાને 8800002024 પર મિસ્ડ કૉલ કરીને ફરી ભાજપની સદસ્યતા લીધી. ત્યારબાદ ભાજપ તરફથી તેમને SMS મળ્યો, જેમાં તેમણે પોતાની વિગત ભરી અને તેઓ ભાજપના પ્રથમ સદસ્ય બની ગયા છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, નિત્યાનંદ રાય અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડે, અરૂણ સિંહ સહિત અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સ્વાતિ માલીવાલ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વિભવ કુમારને કેટલીક શરતે આપ્યા જામીન