સ્વાતિ મિશ્રા બાદ સિંગર હંસરાજ રઘુવંશીના 'રામ ભજન'ના ફેન થયા PM મોદી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
સ્વાતિ મિશ્રા બાદ સિંગર હંસરાજ રઘુવંશીના 'રામ ભજન'ના ફેન થયા PM મોદી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો 1 - image


Image Source: Twitter

- અયોધ્યામાં પ્રભુ શ્રી રામના સ્વાગતને લઈને સમગ્ર દેશ રામમય: PM મોદી

નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2024, ગુરૂવાર

PM Modi Shared Ram Bhajan: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ પીએમ મોદીની અપીલ પર ભગવાન રામ સાથે સબંધિત ભજનોને લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે જેને ખૂબ પ્રશંસા મળી રહી છે.

આજે પીએમ નરેન્દ્ર મોદીએ ફેસસ સિંગર હંસરાજ રઘુવંશીના ભગવાન રામને સમર્પિત ભજનને માઈક્રો બ્લોગિંગ સાઈટ X પર શેર કર્યું છે. તેમણે લોકોને આ ભજન સાંભળવાની અપીલ કરી છે અને કહ્યું કે, તેમાં ભગવાન રામ પ્રત્યે ભક્તોની ભાવનાઓ છે.

'ભક્તજન પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે'

YouTube પર હંસરાજ રઘુવંશીના ભજનને શેર કરતા પીએમ મોદીએ X પર લખ્યું કે, અયોધ્યામાં પ્રભુ શ્રી રામના સ્વાગતને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે. રામલલાની ભક્તિમાં ડૂબેલા ભક્તજન આ શુભ દિવસ માટે અલગ-અલગ પ્રકારે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશી જી નું આ ભજન સાંભળો.....

એક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ બિહારની રહેવાસી સ્વાતિ મિશ્રાનું ભજન શેર કરીને તેના વખાણ કર્યા હતા. આ ભજન છે- 'રામ આયેંગે તો અંગના સજાઉંગી'. પીએમ મોદીએ કહ્યું હતું કે, રામલલાના સ્વાગતમાં આ મંત્રમુગ્ધ કરનારું ભજન છે. 


Google NewsGoogle News