Get The App

'...તો SC-STને ન મળી હોત અનામત', જવાહરલાલ નેહરૂ પર ફરી વડાપ્રધાન મોદીના પ્રહાર

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
'...તો SC-STને ન મળી હોત અનામત', જવાહરલાલ નેહરૂ પર ફરી વડાપ્રધાન મોદીના પ્રહાર 1 - image


Lok Sabha Elections 2024 : હાલમાં બિહારના પૂર્વ ચંપારણ લોકસભા બેઠક પર વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે અનામતને લઈને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'સત્ય એ છે કે જો આંબેડકર ન હોત તો નેહરૂએ SC-ST માટે અનામતની મંજૂરી ન આપી હોત. તેમણે આરોપ લગાવ્યો કે, વિપક્ષી ગઠબંધન બંધારણ બદલવા માંગતું હતું અને ધાર્મિક અલ્પસંખ્યકોને અનામત આપવા માંગતા હતા.'

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ન હોત તો નેહરૂ SC-STને અનામત ન મળવા દેત. તેમણે તો મુખ્યમંત્રીને પત્ર લખીને તેનો વિરોધ કર્યો હતો. નેહરૂથી લઈને રાજીવ ગાંધી સુધી આ પરિવારના જેટલા પણ વડાપ્રધાન થયા, સૌએ OBC અનામતનો વિરોધ કર્યો.

અનામત પર શું હતા નેહરૂના વિચાર?

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂએ અનામત સંબંધિત અટકળો પર બંધારણ સભામાં ચર્ચામાં યોગદાન નહોતું આપ્યું, પરંતુ વડાપ્રધાન બન્યા બાદ તેમણે 1961માં મુખ્યમંત્રીઓને એક પત્ર લખ્યો, જેમાં તેમણે જાતિ અને પંથના આધારે નોકરીઓમાં અનામતના બદલે પછાત વર્ગને સારું શિક્ષણ મળે તેના પર ભાર આપ્યો હતો.

પછાત વર્ગની મદદનો એક માત્ર વિકલ્પ સારું શિક્ષણ

તેમણે પત્રમાં લખ્યું હતું કે, 'એ સત્ય છે કે અમે SC-STની મદદ કરવા અંગે કેટલાક નિયમો અને પરંપરાઓથી બંધાયેલા છીએ. તેઓ મદદના હકદાર છે, પરંતુ તેમ છથા પણ હું કોઈ પણ રીતે અનામતને નાપસંદ કરું છું, ખાસ કરીને નોકરીમાં. પછાત વર્ગની મદદ કરવાનો એકમાત્ર વિકલ્પ સારું શિક્ષણ આપવાનો છે. તેમાં ટેક્નિકલ શિક્ષણ પણ સામેલ છે.'

પત્રમાં તેમણે લખ્યું કે, 'સાંપ્રદાયિક અને જાતિગત આધારે અનામત પ્રભાવશાળી અને સક્ષમ લોકોને બરબાદ કરી દે છે, જ્યારે સમાજ બેવડા દરજ્જા અથવા ત્રીજા દરજ્જાનો બનેલો રહે છે. મને એ જાણીને દુઃખ થયું કે સાંપ્રદાયિક વિચારના આધારે અનામતનો આ મામલે કેટલો આગળ વધી ગયો છે.'

આંબેડકરનો શું અભિપ્રાય હતો?

બંધારણ સભામાં બાબા સાહેબ આંબેડકરે સંબોધન કરતા સ્વીકાર કર્યો કે આ એક 'સામાન્ય સિદ્ધાંત' છે. જોકે, એ નક્કી કરવા માટે રોજગારના મામલે તમામ નાગરિકોને અવસરની સમાનતા આપવામાં આવે, તેમણે તર્ક આપ્યો કે 'પછાત' શબ્દ એક જરૂરિયાત યોગ્યતા છે, જેથી એ નક્કી કરી શકાય કે પ્રતાડિત સમુદાયોને અપાયેલા અનામતના અવસરની સમાનતાના અધિકારને સમગ્ર રીતે 'ખતમ' ન કરી દે.

જ્યાં સુધી પછાત વર્ગને લઈને સવાલ છે તેના પર આંબેડકરનો તર્ક હતો કે આ દરેક સ્થાનિક અથવા રાજ્ય સરકાર તરફથી નક્કી કરવામાં આવશે.


Google NewsGoogle News