Get The App

VIDEO : આસામના બિહુ ઉત્સવમાં સામેલ થયા PM મોદી, 11000 ડાન્સરોએ નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

બિહુ ઉત્સવમાં 11000 ડાન્સર્સોએ કરેલા પરફોર્મનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરાયો

આજે આસામને એઈમ્સ, 3 નવી મેડિકલ કોલેજ મળી, બ્રહ્મપુત્રા પર રેલવે લાઈન બનાવાઈ : PM મોદી

Updated: Apr 14th, 2023


Google NewsGoogle News
VIDEO : આસામના બિહુ ઉત્સવમાં સામેલ થયા PM મોદી, 11000 ડાન્સરોએ નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ 1 - image

ગુવાહાટી, તા.14 એપ્રિલ-2023, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બિહુ ઉત્સવમાં ભાગ લેવા માટે આસામ પહોંચ્યા હતા. PM મોદી રોંગાલી બિહુના ઉત્સવ પર આસામ સરકાર દ્વારા આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં લગભગ 11000 ડાન્સર્સે પરફોર્મ કર્યું હતું, જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરાયો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે આસામ ઘણું આગળ વધી રહ્યું છે : PM મોદી

વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું કે, અહીં આજે યોજાઈ રહેલો કાર્યક્રમ અદભૂત છે, અવિશ્વસનીય છે, આ કાર્યક્રમનો અવાજ આખી દુનિયા સાંભળી રહી છે. આ પ્રસંગ-ઉત્સવ મોટો છે અને તમારા લોકોનો ઉત્સાહ અને ભાવના પણ ખુબ જ અદ્ભુત છે. આજે આસામ ઘણું આગળ વધી રહ્યું છે. આજે પંજાબ સહિત દેશના અનેક પ્રાંતોમાં વૈશાખીની ઉજવણી થઈ રહી છે. જે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે, તે એક ભારત શ્રેષ્ઠ ભારતનું યોગદાન છે. મોદીએ જણાવ્યું કે, આજે આસામને એઈમ્સ અને 3 નવી મેડિકલ કોલેજની ભેટ મળી અને બ્રહ્મપુત્રા પર રેલવે લાઈન બનાવાઈ છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આસામ ઘણા રાજ્યોમાં ઈથેનોલ પણ સપ્લાય કરશે.

તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, ફિજિકલ કનેક્ટિવિટી, સોશિયલ કનેક્ટિવિટી છે. જલ જીવન યોજના દ્વારા કરોડો લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે. આપણે વિકસીત ભારતમાં આવા માહોલ સાથે આગળ વધવાનું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’ની કામના છે... તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ... આજે સમગ્ર વિશ્વ બિહુ ઉત્સવનો કાર્યક્રમ જોઈ રહ્યો છે.


Google NewsGoogle News