Get The App

'કોંગ્રેસે 'મહાદેવ'ના નામને પણ ન છોડ્યુ, ભ્રષ્ટાચાર કરીને તિજોરી ભરી': છત્તીસગઢમાં બઘેલ સરકાર વિરુદ્ધ PM મોદીનો હૂંકાર

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
'કોંગ્રેસે 'મહાદેવ'ના નામને પણ ન છોડ્યુ, ભ્રષ્ટાચાર કરીને તિજોરી ભરી': છત્તીસગઢમાં બઘેલ સરકાર વિરુદ્ધ PM મોદીનો હૂંકાર 1 - image


Image Source: Twitter

- કોંગ્રેસની પ્રાથમિકતા ભ્રષ્ટાચારથી પોતાની તિજોરી ભરવાની છે: PM મોદી

દુર્ગ, તા. 04 નવેમ્બર 2023, શનિવાર

છત્તીસગઢના દુર્ગમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે મહાદેવને પણ ન છોડ્યા અને ગેરકાયદે સટ્ટાબાજીની એપ દ્વારા ભ્રષ્ટાચારથી પોતાની તિજોરી ભરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું છત્તીસગઢ ભાજપની આખી ટીમને અભિનંદન આપીશ કે તેઓએ ગઈકાલે જ સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે જે તમારા સપનાને સાકાર કરશે. આ સંકલ્પ પત્રમાં છત્તીસગઢની માતાઓ અને બહેનો, અહીંના યુવાનો અને ખેડૂતોને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. છત્તીસગઢને ભાજપે બનાવ્યુ છે અને હું ખાતરી આપું છું કે માત્ર ભાજપ જ છત્તીસગઢને ઉપર લાવશે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપના સંકલ્પ પત્ર સામે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પોટલો પણ છે. કોંગ્રેસની પ્રાથમિકતા ભ્રષ્ટાચારથી પોતાની તિજોરી ભરવાની છે. કોંગ્રેસની પ્રાથમિકતા તેના નેતાઓના મનપસંદ લોકોને નોકરીઓ વહેંચવાની છે અને તમારા બાળકોને નોકરીમાંથી બહાર કરવાની છે. PSC કૌભાંડમાં કોંગ્રેસે આ જ તો કર્યું હતું.

30% કક્કા, આપકા કામ પક્કા

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે અહીં સરકારી ઓફિસમાં જાઓ તો એક વાત કહેવામાં આવે છે- 30% કક્કા, આપકા કામ પક્કા. કોંગ્રેસની દરેક ઘોષણામાં 30%નો ખેલ પાક્કો છે. આ સરકારથી હવે છત્તીસગઢ છુટકારો મેળવવા માંગે છે. એટલા માટે છત્તીસગઢ કહી રહ્યું છે- અઉ નહીં સહિબો, બદલ કે રહિબો. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે 2 હજાર કરોડ રૂપિયાનું દારૂ કૌભાંડ, 500 કરોડ રૂપિયાનું સિમેન્ટ કૌભાંડ, 5 હજાર કરોડ રૂપિયાનું ચોખા કૌભાંડ, 1,300 કરોડ રૂપિયાનું ગૌથાણ કૌભાંડ, 700 કરોડ રૂપિયાનું DMF કૌભાંડ કર્યું છે.

કોંગ્રેસે છત્તીસગઢને લૂંટવાની કોઈ તક ન છોડી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છત્તીસગઢને લૂંટવાની કોંગ્રેસે કોઈ તક નથી છોડી. પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે, રાજ્યમાં ભાજપ સરકાર આવ્યા બાદ આવા કૌભાંડોની કડક તપાસ કરવામાં આવશે. તમારા પૈસા લૂંટનારાઓને જેલ ભેગા કરવામાં આવશે. છત્તીસગઢની કોંગ્રેસ સરકારે તો મહાદેવના નામને પણ ન છોડ્યું. 



Google NewsGoogle News