Get The App

સ્વતંત્રતાની લડતમાં ભારતે કરી હતી મદદ: ગણતંત્ર દિવસના ચીફ ગેસ્ટ સુબિયાંતોએ કર્યા વખાણ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
સ્વતંત્રતાની લડતમાં ભારતે કરી હતી મદદ: ગણતંત્ર દિવસના ચીફ ગેસ્ટ સુબિયાંતોએ કર્યા વખાણ 1 - image


Indonesian President Prabowo Subianto: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન બંનેદેશના નેતાઓએ અનેક મહત્ત્તવપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે સરંક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમતી સધાઈ છે. 

બંને નેતા વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ

આ સાથે જ બંને દેશો હવે સંરક્ષણ નિર્માણ અને સપ્લાઈ ચેનમાં સાથે મળીને કામ કરશે. તેમણે દરિયાઈ સુરક્ષા, સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને કટ્ટરવાદને રોકવા પર ખાસ ધ્યાન આપવાની વાત કહી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સુધારવા અને વેપારી નવી તકો શોધવા પર પણ ચર્ચા થઈ છે.

પીએમ મોદીએ ભારતની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અને મધ્યાહન ભોજન યોજનાના સફળ અમલીકરણને શેર કરવા માટે પહેલ કરી છે. આ વાતચીતમાં બંને દેશો વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન જૂથોના સંયુક્ત અભ્યાસનું આયોજન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હજારો વર્ષ હિન્દુઓનું રાજ, ઋષિ પરંપરા: પછી કઈ રીતે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ બન્યું ઇન્ડોનેશિયા

ગણતંત્ર દિવસના ચીફ ગેસ્ટ બનવા બદલ ખુશી વ્યકત કરી

ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનવા બદલ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન ઈન્ડોનેશિયાના પ્રથમ પ્રમુખ સુકર્ણો હતા. આ સાથે જ તેમણે જણાવ્યું કે, કે પહેલીવાર ઈન્ડોનેશિયાની લશ્કરી ટુકડીએ દેશની બહાર પરેડમાં હિસ્સો લીધો છે.

સ્વતંત્રતાની લડતમાં ભારતે કરી હતી મદદ

સ્વતંત્રતાની લડતમાં ભારતે ઈન્ડોનેશિયાને કરેલી મદદ માટે પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ ભારતનો આભાર માન્યો. તેમણે એ પણ જણાવ્યું કે, ઈન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસની જમીન ભારતને ભેટ તરીકે આપવામાં આવી હતી. ત્યારે અન્ય દેશોએ ઈન્ડોનેશિયાને માન્યતા નહોતી આપી. તેમણે બ્રિક્સમાં ઈન્ડોનેશિયાની સ્થાયી સદસ્યતાનું સમર્થન કરવા અને ગ્લોબલ સાઉથનો અવાજ બનવા માટે પણ ભારતનો આભાર માન્યો.

ભારત 1958માં બાંડુંગ સમ્મેલનમાં ભારત બિન-જોડાણવાદી ચળવળનો સહ-સ્થાપક હતો અને ત્યારથી ભારત સાઉથ-સાઉથ સહયોગને પ્રોત્સાહન આપવામાં માટે અને વૈશ્વિક દક્ષિણનો અવાજ બનવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. 



Google NewsGoogle News