Get The App

‘PM મોદી ઔર અદાણી એક હૈ, તો સૈફ હૈ’, રાહુલ ગાંધીના આરોપ અંગે ભાજપ પ્રવક્તાના ઉડાઉ જવાબ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
‘PM મોદી ઔર અદાણી એક હૈ, તો સૈફ હૈ’, રાહુલ ગાંધીના આરોપ અંગે ભાજપ પ્રવક્તાના ઉડાઉ જવાબ 1 - image


Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ના પ્રચાર દરમિયાન  રાહુલ ગાંધી એક પ્રેસ કોન્ફરન્સમાં તિજોરી લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે તિજોરીમાંથી વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણીનો ફોટો કાઢીને ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'પીએમ મોદી ઔર ગૌતમ અદાણી એક હૈ તો, સૈફ હૈ...’ આ પ્રહારો અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ પર નિશાન સાધીને લૂલો બચાવ કર્યો હતો. 

આ પણ વાંચો : VIDEO: PM મોદી ઔર અદાણી એક હૈ, તો સૈફ હૈ... મહારાષ્ટ્રના રાજકારણ પર રાહુલ ગાંધીનો કટાક્ષ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'એક હૈ તો સૈફ હૈ' નારા અંગે આકરી ઝાટકણી કાઢી હતી. બાદમાં ભાજપે વળતો જવાબ આપ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપવાના બદલે રીતસરના ઉડાઉ જવાબ આપ્યા હતા. એટલું જ નહીં,  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર પર કૌભાંડોમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.


રાહુલની નિમ્ન કક્ષાની પ્રેસ કોન્ફરન્સ : સંબિત પાત્રા

રાહુલ ગાંધીએ મુંબઈમાં કરેલી પ્રેસ કોન્ફરન્સને પર નિશાન સાંધતા સંબિત પાત્રાએ નિમ્ન કક્ષાની ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ જેવા કહેવાતા રાષ્ટ્રીય પક્ષના નેતા દ્વારા એક તિજોરી લઈને આવવું અને આ પ્રકારના નાટક કરવા યોગ્ય નથી.'

શિવસેનાના સ્થાપક દિવંગત બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, 'જ્યારે બાળાસાહેબ ઠાકરેને એક ઈન્ટરવ્યૂમાં રાહુલ ગાંધી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ચીડાઈ ગયા હતા અને કહ્યું કે, મને એ નાના પોપટ વિશે ના પૂછશો.’


સેફનો અર્થ તિજોરી સાથે નથી

સંબિત પાત્રાએ સેફ અર્થ સમજાવતા કહ્યું કે, ‘જેની જેવી ભાવના હોય, તેને તેવો અર્થ સમજાય. પીએમ મોદીના સૂત્ર 'એક હૈ તો સેફ હૈ' નો અર્થ સુરક્ષા સાથે છે. પીએમ મોદી ભારતના લોકોને ઘૂસણખોરોથી કેવી રીતે સુરક્ષિત રાખવા તેની ચિંતા કરે છે. ત્યા સેફનો અર્થ તિજોરી સાથે નથી, જે રાહુલ ગાંધી સમજી રહ્યા છે.’ 

આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા પાછળ દિલ્હી સરકારનો નહીં કેન્દ્રનો વાંક! જાણો AAPના મંત્રીએ શું કહ્યું

કોંગ્રેસે હિન્દુસ્તાનને લૂંટવાનું કામ કર્યું છે

આ દરમિયાન સંબિત પાત્રાએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર પણ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ તિજોરી લૂંટી રહી છે. વર્ષોથી, દાદા, પરદાદા, દાદી, પિતા અને માતા બધાએ સાથે મળીને લૂંટવાનું કામ કર્યું છે. આમાં કોઈનો વાંક નથી, પરંતુ તેમના ખાનદાનની ભૂલ છે. તેમણે વારંવાર કૌભાંડો કરી હિન્દુસ્તાનને લૂંટવાનું કામ કર્યું છે.’


Google NewsGoogle News