Get The App

મહારાષ્ટ્રની જીત પર વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું- 'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News

.મહારાષ્ટ્રની જીત પર વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું- 'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો 1 - image

PM Modi Big Statement on Election Results: મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપના મહાયુતિ ગઠબંધનને જીત મળી છે. ત્યારે ઝારખંડમાં JMM-કોંગ્રેસ ગઠબંધનને જીત મળી છે. મહારાષ્ટ્રની આ જીત બાદ ભાજપ હેડક્વાર્ટર પર ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે ખુદ વડાપ્રધાન મોદી ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.


મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, 'આજે મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત થઈ છે, મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે, મહારાષ્ટ્રમાં સાચા સામાજિક ન્યાયની જીત થઈ છે. ત્યારે, આજે મહારાષ્ટ્રમાં જૂઠ, છલ, કપટ ખરાબ રીતે હાર્યું છે. વિભાજનકારી તાકાતો હારી છે, નેગેટિવ પોલિટિક્સ હાર્યું છે, આજે પરિવારવાદની હાર થઈ છે.'

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત, ભાજપ-શિવસેનામાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ શરૂ

'દેશ હવે માત્ર વિકાસ ઇચ્છે છે'

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણીના પણ પરિણામ આવ્યા છે અને લોકસભાની એક બેઠક વધી ગઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાને ભાજપને ભારે સમર્થન આપ્યું છે. આસામના લોકોએ ભાજપ પર ફરી એકવાર ભરોસો વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપને સફળતા મળી છે. બિહારમાં પણ એનડીએનું સમર્થન વધ્યું છે. આ બતાવે છે કે દેશ હવે માત્રને માત્ર વિકાસ ઇચ્છે છે.'

'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો

વડાપ્રધાને કહ્યું કે, 'આજે લોકસભામાં અમારી એક સીટ વધી છે. મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. મહાપુરુષોની ધરતીએ તમામ રૅકોર્ડ તોડ્યા છે. મહારાષ્ટ્રમાં 50 વર્ષમાં સૌથી મોટી જીત મળી છે. મહારાષ્ટ્રમાં ડંકે કી ચોટ પર કહ્યું હતું કે 'એક હૈ તો સેફ હૈ'. 'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો છે. જાતિ-ધર્મમાં વિભાજન કરનારાઓને લોકોએ સબક શિખવાડ્યો છે. સમાજના દરેક વર્ગે ભાજપને મત આપ્યા છે.  પ્રજાએ ઇન્ડિયા ગઠબંધનની ઈકો સિસ્ટમને જાકારો આપ્યો છે. અમે વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલીએ છીએ.'

આ પણ વાંચો : NDA કાર્યકર્તાઓના વખાણ, સોરેનને પણ શુભકામના, મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા

'કોઈ તાકાત 370 કલમને પરત નહીં લાવી શકે'

વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે, 'કોઈ તાકાત 370 કલમને પરત લાવી નહીં શકે.' આ સિવાય વડાપ્રધાને કહ્યું કે, 'ઈટલીવાળા દેશના બદલાયેલા મિજાજને નહીં સમજે. વિરોધીઓ દેશનો મિજાજ ન સમજ્યા. દેશનો મતદાતા અસ્થિરતા નથી ઈચ્છતો, તે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડાયેલો છે. ખુરશી ફર્સ્ટના સપના જોનારાઓને પ્રજાએ નકાર્યા છે. મહારાષ્ટ્રએ ઈન્ડિયા ગઠબંધનને બેનકાબ કર્યું છે. કોગ્રેસ પરજીવી પાર્ટી બનીને રહી ગઈ છે.

'કોંગ્રેસ ક્યારેય બાળા સાહેબના વખાણ ન કરી શકે'

વડાપ્રધાને કહ્યું કે, 'છત્રપતિ શિવાજી મહારાજ, આંબેડકર, સંભાજી, સાવિત્રીબાઈ ફુલે અમારી પ્રેરણા છે. મરાઠા સમાજ માટે કોંગ્રેસે કંઈ નથી કર્યું. ઈતિહાસનું સમ્માન અમારા સંસ્કાર છે. કોંગ્રેસ ક્યારેય બાળા સાહેબના વખાણ ન કરી શકે. ઉદ્ધવ કોંગ્રેસ પાસે બાળા સાહેબના વખાણ ન કરાવી શક્યા. કોંગ્રેસનો ઉદ્દેશ્ય વીર સાવરકરને બદનામ કરવાનો છે. કોંગ્રેસેને માત્ર ખુરશી ફર્સ્ટ. મહારાષ્ટ્રે એકજુટતાનો સંદેશ આપ્યો છે.'

'સંવિધાનમાં વક્ફ કાનૂન માટે જગ્યા નહીં'

વડાપ્રધાને કહ્યું કે, 'કોંગ્રેસ સહયોગીઓની નાવ પણ ડૂબાડી દે છે. કોંગ્રેસ માટે પોતાના દમ પર સરકાર બનાવવી મુશ્કેલ છે. કોંગ્રેસની વિભાજનકારી નીતિ વિફળ રહી છે. સંવિધાન સાથે પરિવારે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસે તૃષ્ટિકરણના બીજ રોપ્યા, અને તેના માટે કાયદો બનાવ્યા છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આદેશની પણ દરકાર ન કરી. કોંગ્રેસે દિલ્હીની આસપાસની સંપત્તિઓ વક્ફને સોંપી છે. સંવિધાનમાં વક્ફ કાનૂન માટે જગ્યા નહીં. કોંગ્રેસે તૃષ્ટિકરણ માટે વક્ફ કાયદો બનાવ્યો. કોંગ્રેસ માટે સત્તા જ બધું છે. કોંગ્રેસનું પરિવાર સત્તા વગર જીવી નથી શકતુ. અર્બન નક્સલવાદીથી સાવધાન રહેવાની જરૂર છે.'


Google NewsGoogle News