કોંગ્રેસે 'ફ્રીડમ ઓફ સ્પીચ'ને કચડી, બંધારણના ઘડવૈયાઓનો અનાદર કર્યો: રાજ્યસભામાં PM મોદી
PM Modi in Rajya Sabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં જવાબ આપી રહ્યાં છે. તેમણે વિપક્ષના પ્રત્યેક સવાલો અને વિરોધનો જવાબ આપતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જોવા મળ્યા છે. આ પહેલાં 4 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ લોકસભામાં જવાબ આપ્યો હતો.
ગરીબો માટે અમે જેટલું કર્યું છે, તેટલું કોઈએ કર્યું નથી
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, શાહી પરિવારના સુખ માટે જેલ ભરવામાં આવી હતી. ભારતની જનતાએ સત્તાધીશો સામે ઘૂંટણિયે પડી, બાદમાં જ ઈમરજન્સી દૂર થઈ. માનનીય ખડગેજી અવારનવાર શાયરી સંભાળવે છે અને સભાપતિ પણ મોજથી સાંભળે છે. આજે હું પણ અમુક પંક્તિઓ સંભળાવીશ, કવિ નીરજે કોંગ્રેસ સરકારના દોરમાં ફિર દિપ જલેગા નામથી કવિતા લખી હતી કે, હે 'બહુત અંધિયારા, અબ સૂરજ નીકલના ચાહિએ...મેરે દેશ ઉદાસ ન હો, ફિર દીપ જલેગા, તિમિર ઢલેગા.' અમે આજે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છીએ. પ્રેરણા પુરૂષ અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, કમલ ખિલશે. ગરીબો માટે અમે જેટલું કર્યું છે, એટલુ કોઈ સરકારે કર્યું નથી.
ઈમરજન્સીને સમર્થન ન આપ્યું તો દેવાનંદની ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો
કોંગ્રેસે બંધારણના ઘડવૈયાઓની ભાવનાઓનો અનાદર કર્યો. જ્યારે દેશમાં સરકાર ન હતી, ત્યારે તેમણે બંધારણમાં સંશોધનો કર્યા. નવી સરકારની રાહ પણ ન જોઈ. ફ્રીડમ ઓફ સ્પીચને કચડી નાખી, અખબારો પર લગામ મૂકી અને ડેમોક્રેટનો ટેગ લગાવી વિશ્વભરમાં ફર્યા. જ્યારે નહેરૂજી વડાપ્રધાન હતાં, ત્યારે મુંબઈમાં મજૂરોની એક હડતાલ થઈ. જેના સંદર્ભમાં સુલ્તાનપુરીએ એક કવિતા ગાઈ તો તેમને નહેરૂજીએ જેલ મોકલી દીધા. બલરાજ સાહની એક દેખાવોમાં જોડાયા તો તેમને પણ જેલમાં પૂર્યા. લતા મંગેશકરના ભાઈ ર્હદયનાથ મંગેશકરે વીર સાવરકર પર એક કવિતા આકાશવાણીમાં પ્રસારિત કરવાની યોજના બનાવી તો તેમને આકાશવાણીમાંથી જ હાંકી કઢાયા. દેશમાં ઈમરજન્સી દરમિયાન દેવાનંદે તેમને સમર્થન ન આપ્યું તો તેમની ફિલ્મો પર પ્રતિબંધ લાદી દીધો.
વિવિધ યોજનાઓથી દેશનો આર્થિક વિકાસ કર્યો
2014માં અમે સ્કિલ ડેવલપમેન્ટ, ઈન્ક્લુઝન, અને ફાઈનાન્સિયલ ગ્રોથ પર ફોકસ કરતાં આર્થિક વિકાસલક્ષી કાર્યો કર્યા. અમે પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરી કુંભાર, લુહાર, સોનીને તાલીમ આપી, નવા ઓજારો આપ્યા, અને આર્થિક સહાય પણ ઉપલબ્ધ કરાવી. અમે એસસી-એસટી સમાજના લોકોના ઉત્થાન માટે સ્ટેન્ડઅપ યોજના ઘડી, મહિલાઓ માટે રૂ. 1 કરોડની લોન ઉપલબ્ધ કરાવી. અમે બાબા સાહેબાના સપનાઓને પૂર્ણ કરવા કામ કર્યું. હાલમાં જ રજૂ થયેલા બજેટમાં અમે રમકડાં, લેધર, ફૂટવેર ઉદ્યોગ માટે લાભો જાહેર કર્યાં.
બાબા સાહેબના વિચારોની હંમેશા અવગણના કરી
વડાપ્રધાને બાબા સાહેબના વિચારોની હંમેશા અવગણના કરી છે. બાબા સાહેબે દલિત, આદિવાસીઓની સાથે અન્યાયના ઉપાયો જણાવ્યા હતાં. તેમણે ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવાની માગ કરી હતી. કોંગ્રેસ પાસે આટલા વર્ષો સુધી સત્તા રહી ત્યારે તેમણે બાબા સાહેબના વિચારો પર ધ્યાન ન આપ્યું. તેમના વિચારોને ફગાવી દીધા. એસસી-એસટીના ઉત્થાનના બદલે તેમના માટે સંકટ ઉભું કર્યું. અને આજે બાબા સાહેબના નામ-વિચારો પર રાજકારણ રમી રહી છે.
PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ બાબા સાહેબ આંબેડકર પર રાજનીતિ રમતી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કે, આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબને બે-બે વખત ચૂંટણીમાં હરાવવા માટે પોતાની હદ વટાવી હતી. તેમના પ્રત્યે તેમને નફરત, ગુસ્સો હતો તેનું તે પ્રમાણ છે. આ દેશના લોકો બાબા સાહેબાની ભાવનાનું આદર કર્યું, સર્વે સમાજે તેમને બિરદાવ્યા. જેથી કોંગ્રેસ આજે મજબૂરીમાં જય ભીમ બોલે છે. કોંગ્રેસ રંગ બદલવામાં હોશિયાર છે. તે ઝડપથી પોતાનુ મંતવ્ય બદલી નાખે છે. જો તમે કોંગ્રેસનો અભ્યાસ કરશો તો તેની રાજનીતિની મૂળ મંત્ર બીજાની લાઈન (રેખા-લકીર) નાની કરવાનો છે. જેના લીધે તેમણે સરકારને અસ્થિર જ રાખી. તેમની નીતિઓના કારણે આજે કોંગ્રેસની દુર્દશા વધી છે. દેશની સૌથી જૂનો પાર્ટી બીજાની લાઈન ભૂંસવાના બદલે પોતાની લાઈન મોટી કરવા પાછળ મહેનત કરે તો તેના આ હાલ થયા ન હોત.
સામાન્ય વર્ગના ગરીબોને પણ અનામત આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમારી સરકારે એક એવુ મોડલ આપ્યું કે, જેનાથી સામાન્ય વર્ગના દરેક ગરીબને 10 ટકા અનામત મળે. કોઈપણ તણાવ વિના, અધિકાર લીધા વિના, આ મોડલ લાવ્યા. જેનો ઓબીસી, એસસી-એસટી તમામે સ્વીકાર કર્યો. દિવ્યાંગો માટે પણ અનામતમાં વિસ્તરણ કર્યું. તેમના વિકાસ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. મિશન મોડમાં કામ કર્યું. ટ્રાન્સેજન્ડર સમુદાયોના અધિકારો માટે પણ પ્રયાસ કર્યાં. સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે અમે કામ કરીએ છીએ. અમે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ઉગારવા યોજનાઓ ઘડી. નારી શક્તિને મહત્ત્વ આપ્યું. આ નવુ સંસદ રંગ-રૂપ માટે નહીં. પણ નારી શક્તિને વંદન કરે છે. અમે નારી શક્તિ વંદન અધિનિયમ લાવવા બદલ વાહવાહી લૂંટી શકતા હતાં, પણ અમે માતૃશક્તિની વાહવાહી માટે તેનો ઉપયોગ કર્યો.
કોંગ્રેસની નજર માત્ર વોટ પર, અમારી વિકાસ પર
કોંગ્રેસની નજર માત્ર વોટ પર રહેતી હતી. પરંતુ અમે હંમેશા પ્રયાસ કરીએ છીએ કે, ભારતના જે સંસાધનો છે, તેનો મહત્તમ ઉપયોગ કરીએ. જે સમય છે, તેને વેડફ્યા વિના જન કલ્યાણ માટે, દેશના વિકાસ પાછળ તેનો ઉપયોગ કરીએ. આથી અમે એવી યોજનાઓ બનાવી કે, જેનો 100 ટકા લાભ જનતાને થાય. અને અમે તેમાં રહેલી ખામીઓ શોધી તેમાં સુધારાઓ કરતાં રહ્યા છીએ.
ઝૂનઝૂના આપવાની ટેવ કોંગ્રેસની
વડાપ્રધાને આગળ વાત કરતાં કહ્યું કે, 'લાંબા સમય સુધી દેશને ત્રાજવા પર તોલવાની તક મળી નથી. 2014માં અમે અલ્ટનેટ મોડલ લઈ આવ્યા. જનતાએ તેને મંજૂરી પણ આપી. અમે તૃષ્ટીકરણ નહીં, પણ સંતુષ્ટિકરણનું મોડલ આપ્યું છે. કોંગ્રેસનું હંમેશાથી મોડલ રહ્યું છે કે, ચૂંટણી દરમિયાન નાના વર્ગના લોકોના ફાળે કંઈક આપે અને બાકીના લોકો જોતાં રહે. ઝૂનઝૂના આપવાની ટેવ અને લોકોની આંખો પર પાટા બાંધીને રાજ કરવાની ટેવ કોંગ્રેસની રહી છે.'
કોંગ્રેસ માટે ફેમિલી ફર્સ્ટ, અમારા માટે નેશન ફર્સ્ટઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે કહ્યું કે, રાષ્ટ્રપતિ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. દેશના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિનું અભિભાષણ પ્રેરણાદાયી, પ્રભાવી અને માર્ગદર્શન આપનારું રહ્યું હતું. સબકા સાથ સબકા વિકાસ અહીં ઘણું બધુ કહી જાય છે. તે તમામનું દાયિત્વ છે. જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, તેની પાસેથી અપેક્ષા કરવી ખોટી છે. તેમની વિચારસરણી સમજણની બહાર છે. જે તેમના રોડમેપમાં પણ શોભી રહી નથી. આટલો મોટો પક્ષ માત્ર એક પરિવારને જ સમર્પિત થયો છે. કોંગ્રેસ માટે ફેમિલી ફર્સ્ટ સર્વોપરી છે. જ્યારે અમારા માટે નેશન ફર્સ્ટ છે. અમારુ વિકાસનું મોડલ એક જ શબ્દમાં કહુ તો તે નેશન ફર્સ્ટ છે.