Get The App

VIDEO: વડાપ્રધાન મોદીને મળ્યું રશિયાનું સર્વોચ્ચ સન્માન, ભારતના લોકોને કર્યું સમર્પિત

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
VIDEO: વડાપ્રધાન મોદીને મળ્યું રશિયાનું સર્વોચ્ચ સન્માન, ભારતના લોકોને કર્યું સમર્પિત 1 - image


PM Narendra Modi and Russian President Vladimir Putin Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ અપોસલ’થી સત્તાવાર રીતે સન્માનિત કર્યા છે.

PM મોદીને 15 દેશોએ આપ્યું સર્વોચ્ચ સન્માન

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક નેતા તરીકે વડાપ્રધાન મોદીનો દરજ્જો સતત વધી રહ્યો છે. ઘણા દેશોએ તેમને વિદેશી ધરતી પર તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 15 દેશોએ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આમાં ઘણા મુસ્લિમ દેશો પણ સામેલ છે.

મોદી-પુતિન વચ્ચે ક્રેમલિનમાં યોજાઈ બેઠક

આ પહેલા વડાપ્રધાન મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ક્રેમલિનમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલ ડીલ અને આતંકવાદ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુદ્ધના મેદાનમાં સમાધાન શક્ય જ નથી, શાંતિ માટે સંવાદ જરૂરી છે. આતંકવાદ તમામ દેશો માટે ખતરો છે. આ દરમિયાન તેમણે કોરોનાકાળ સમયે ભારત-રશિયા વચ્ચે થયેલી પેટ્રોલ-ડીઝલ ડીલ (India-Russia Petrol-Diesel Deal)ની પણ પ્રશંસા કરી હતી. તો બીજીતરફ પુતિને કજાનમાં યોજાનાર બ્રિક્સ સંમેલન માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું છે. આ શિખર સંમેલન 22થી 24 ઓક્ટોબરે રશિયામાં યોજાવાનું છે.

ભારત શાંતિના પક્ષમાં : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ વિશ્વભરને શાંતિને સંકેત આપતા કહ્યું કે, ‘યુદ્ધના મેદાનમાં ક્યારેય સમાધાન શોધી શકાતું નથી. શાંતિ માટે સંવાદ ખૂબ જ જરૂરી છે. યુદ્ધ સમાધાન ન હોવાથી ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યો છે. મને શાંતિની આશા છે. હું શાંતિ માટે સહયોગ આપવા માટે તૈયાર છું.

આ પણ વાંચો : ‘યુદ્ધના મેદાનમાં સમાધાન શક્ય જ નથી, શાંતિ માટે સંવાદ જરૂરી’, પુતિન સાથેની મુલાકાતમાં PM મોદી

વડાપ્રધાન મોદીએ યૂક્રેનનો પણ કર્યો ઉલ્લેખ

નરેન્દ્ર મોદીએ યૂક્રેનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, યુક્રેન મુદ્દે આદરપૂર્વક વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત દ્વારા જી20નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકો અને માનવતા વિશ્વભરમાં શાંતિ ઈચ્છે છે. નાના બાળકોને માર્યા ગયેલા જોવા હૃદયદ્રાવક અને ડરામણી બાબત છે. અમે વિસ્તારથી વાત કરી છે. જ્યારે નિર્દોષ લોકોના મોત થાય છે, તો માનવતા લોહીલુહાણ થઈ જાય છે, આપણે દિલમાં પીડા અનુભવીએ છીએ, તેથી જ ભવિષ્યની પેઢી માટે શાંતિ જરૂરી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ડ્રામા: વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ-હોર્સ ડ્રેટિંગના ડરથી દોડધામ

‘ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલનો સહયોગ પ્રશંસનીય’

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ભારત-રશિયાની મિત્રતાથી આપણા ખેડૂતો ખોરાક, બળતણ અને ખાતર મેળવવામાં સક્ષણ બન્યા છે. આ બધુ અમારી મિત્રતાની ભૂમિકાના કારણે થયું છે. રશિયા-ભારત વચ્ચેનો સહયોગ વધે, આપણા ખેડૂતોની પ્રતિબદ્ધતા વધે તેમજ સામાન્ય વ્યક્તિને ભોજન અને બળતણની મદદ મળે, તે હેતુથી આપણા સહયોગે પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી બચાવ્યા. વિશ્વભરના લોકોએ એ સમજવું જરૂરી છે કે, ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલનો સહયોગ પ્રશંસનીય છે. બંને દેશો વચ્ચેના આ કારોબારથી ભારતના લોકોને પેટ્રોલ-ડીઝલની મારથી બચાવી શકાયા, તેથી હું રશિયાનો આભાર વ્યક્ત કરું છું.


Google NewsGoogle News