મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી 1 - image


Modi 3.0 New Cabinet : એકતરફ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ધમધોકાટ તૈયારીઓ ચાલી રહી છે, તો બીજીતરફ કેબિનેટમાં મંત્રી પદ મેળવવા માટે ધમપછાળા જોવા મળી રહ્યા છે. ભાજપ લોકસભા ચૂંટણી-2024 (Lok Sabha Election Result 2024)માં એકલા હાથે બહુમતી મેળવી શકી નથી, તેથી તેણે એનડીએમાં સામેલ પક્ષોનું પણ સાંભળવું પડશે. નવી સરકાર બનાવ્યા પહેલા ભાજપે બે સહયોગી પક્ષો તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રબાબૂ નાયડુ (N. Chandrababu Naidu) અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના વડા નીતીશ કુમાર (Nitish Kumar)ની ડિમાન્ડ પુરી કરવી પડશે. ત્યારબાદ તેણે પોતાના સાંસદોનો સમાવેશ કરવો પડશે. હવે આ માટે ભાજપે પ્લાન પણ બનાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે અને તે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત (Gujarat)ના મંત્રીઓ ઘટાડી શકે છે.

મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી 2 - image

એનડીએના કયા પક્ષોને કયું પદ જોઈએ?

મળતા અહેવાલો મુજબ ભાજપ ટીડીપીને ચાર, જેડીયુને ત્રણ, LJP અને શિવસેના (Shiv Sena)ને બે-બે મંત્રી પદ આપી શકે છે. નીતીશે ચાર કેબિનેટ અને એક રાજ્યમંત્રી પદની ડિમાન્ડ કરી છે. એવી પણ વાત બહાર આવી છે કે, ટીડીપી અને જેડીયુ લોકસભામાં અધ્યક્ષ પદ ઉપરાંત નાણાં મંત્રાલય પણ માગી રહ્યા છે. આનું સૌથી મોટું કારણ એવું છે કે, તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નાણાં મંત્રાલય હસ્તક આવે છે.

મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી 3 - image

ભાજપ આ મંત્રાલયો પોતાની પાસે રાખશે

ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda)ના ઘરે બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence), નાણાં મંત્રાલય (Ministry of Finance), ગૃહ વિભાગ (Ministry of Home Affairs) અને વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) પોતાની પાસે રાખશે. ભાજપ લોકસભા અધ્યક્ષ પદ પણ પોતાની પાસે રાખશે. આ ઉપરાંત ચૂંટણી જીતનાર તમામ મંત્રીઓને રિપિટ કરી શકે છે.

મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી 4 - image

નવી કેબિનેટમાં શિવરાજસિંહ ચૌહાણ, બે મહિલાનું પણ નામ

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)ને મોટી ભૂમિકા મળી શકે છે. નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ના હાથમાંથી નાણાં મંત્રાલય ખસકી પીયૂષ ગોયલ (Piyush Goyal)ને આપવામાં આવી શકે છે. જોકે કેબિનેટમાં કોને સમાવાશે કરાશે અને કયા નેતાને કયું મંત્રાલય અપાશે, તે અંગે હજુ નિર્ણય કરાયો નથી. નવી કેબિનેટમાં બે મહિલાઓ દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj)ને રાજ્યમંત્રી અને ઓડિશાના અપરાજિતા સારંગી (Aparajita Sarangi)નો કેબિનેટમાં સમાવેશ થવાની સંપૂર્ણ સંભાવના છે. સારંગી ભુવનેશ્વર બેઠક પરથી સતત બીજી વખત સાંસદ બન્યા છે.

મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી 5 - image

કેરળમાં ભાજપને પહેલી બેઠક અપાવનાર ઉમેદવારને પણ તક

આ ઉપરાંત કર્ણાટકમાંથી JDS સાંસદ એચ.ડી.કુમારસ્વામી (H. D. Kumaraswamy)ને મંત્રી પદ મળી શકે છે. કેરળમાં ભાજપને પહેલી બેઠક અપાવનાર સુરેશ ગોપીને પણ સ્થાન મળી શકે છે. જ્યારે ગોવાથી સતત છઠ્ઠી વખત સાંસદ બનેલા શ્રીપદ નાઈકનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરથી ડૉ.જીતેન્દ્ર સિંહ, હરિયાણાથી રાવ ઈન્દ્રજીત, દિલ્હીથી રામવીર સિંહ બિધૂડીને પણ મંત્રી પદ મળવાની સંભાવના છે.

મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી 6 - image

કેબિનેટમાં ભાજપ બાદ ટીડીપીના સૌથી વધુ મંત્રી

નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA)માં ભારતીય જનતા પાર્ટી (BJP) બાદ ટીડીપી પાસે સૌથી વધુ સાંસદો છે, તેથી તેમના વધુ મંત્રીઓ હશે. ટીડીપીએ બે કેબિનેટમાં સ્થાન અને બે રાજ્યમંત્રીના પદની માંગ કરી છે. નવી કેબિનેટમાં ટીડીપીના ચાર મંત્રીઓ હશે. ટીડીપીને લોકસભાનું અધ્યક્ષ પદ પણ જોઈએ છે, જોકે ભાજપ કોઈપણ કિંમતે આ પદ આપવા માંગતી નથી.

ટીડીપીને આ મંત્રાલય આપવાની વાત

શ્રીકાકુલમ બેઠક પરથી જીતેલા રામમોહન નાયડુ, ગુંટુરથી જીતેલા પેમ્માસાની ચંદ્ર શેખર અને નરસારાવપેટથી જીતેલા લાવુ શ્રીકૃષ્ણ દેવરાયલુના નામ મંત્રી પદ માટે નિશ્ચિત છે. વિશાખાપટ્ટનમથી જીતેલા શ્રીભરતને પણ સ્થાન મળી શકે છે. મળતા અહેવાલો મુજબ ટીડીપીને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવાની વાત ચાલી રહી છે.

નીતિશની સોદાબાજીની તાકાત વધી

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નીતીશ કુમારની પાર્ટી જેડીયુએ 16 બેઠકો જીતી હતી. તે વખતે ભાજપે નીતીશને બે મંત્રી પદ આપતા તેઓ નારાજ થયા હતા અને કેબિનેટમાં સામેલ જ થયા ન હતા. હવે જેડીયુ 12 સાંસદો જીતતા નીતીશ કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે અને આ જ કારણે તેમની સોદાબાજીની તાકાત વધી ગઈ છે. અત્યાર સુધી માત્ર રેલવે મંત્રાલય અને કૃષિ મંત્રાલય અંગે ચર્ચા ચાલી રહી હતી, જોકે હવે પરિવહન મંત્રાલય પર પણ વાત ચાલી રહી છે.

જેડીયુને ત્રણ મંત્રી પદ મળવાના નિશ્ચિત

જેડીયુને ત્રણ મંત્રી પદ મળવાનું નિશ્ચિત છે. મંત્રી બનનારાઓમાં સંજય ઝાનું નામ સૌથી આગળ છે. નીતિશના ખૂબ જ નજીકના સંજય ઝાને આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભામાં મોકલાયા હતા. સંજય મિથિલાંચલમાં JDUનો મજબૂત બ્રાહ્મણ ચહેરો છે. દેવેશ ચંદ્ર ઠાકુરને પણ મંત્રી બનાવી શકે છે. તેઓ હાલમાં બિહાર વિધાન પરિષદના અધ્યક્ષ છે. દેવેશચંદ્ર ઠાકુરને સ્વચ્છ છબીના નેતા માનવામાં આવે છે. જોકે, સંજય ઝા અને દેવેશ ચંદ્ર ઠાકુરમાંથી માત્ર એક જ મંત્રી બની શકે છે. નીતિશના સૌથી ખાસ વ્યક્તિ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લલન સિંહને પણ મંત્રી પદ મળવાની સંભાવના છે. અત્યંત પછાત જાતિમાંથી આવતા ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને પણ પ્રથમ વખત તક મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

શિંદેએ બે મંત્રી પદ માગ્યા, અજિત પવાર મૌન

મહારાષ્ટ્ર (Maharashtra)માં એકનાથ શિંદે (Eknath Shinde)ની પાર્ટી શિવસેનાએ સાત બેઠકો જીતી છે. એનડીએમાં સૌથી વધુ બેઠકો જીતવા મામલે તેઓ ચોથા ક્રમે છે. તેમણે એક કેબિનેટ મંત્રી પદ અને એક રાજ્યમંત્રી પદની માંગ કરી છે. શિવસેના તરફથી શ્રીરંગ બારણે, પ્રતાપરાવ જાધવ અને સંદીપાન ભુમરેનું નામ ચર્ચામાં છે. પરિવારવાદ મુદ્દે આંગળી ન ચીંધાય તેને ધ્યાને રાખી શિંદેએ પોતાના પુત્ર શ્રીકાંત શિંદેને મંત્રી ન બનાવવાનો નિર્ણય લીધો છે. અજિત પવાર (Ajit Pawar)ની પાર્ટી એનસીપી પણ એક કેબિનેટ પદ માંગી શકે છે. અજિતની પાર્ટીના જીતેલા સાંસદ સુનીલ તટકરેને અંદરખાને મંત્રી બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મરાઠીઓની નારાજગી દુર કરવા માટે મહારાષ્ટ્રથી એક મરાઠી મંત્રી બનાવવામાં આવી શકે છે.

હારેલા ઉમેદવારોને પણ મંત્રી બનાવવાની સંભાવના

ભાજપે ચૂંટણીમાં 50 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી હતી, તેમાંથી 19 મંત્રી હારી ગયા છે. ચૂંટણી હારેલા મંત્રીઓમાં સ્મૃતિ ઈરાની (Smriti Irani) અને રાજીવ ચંદ્રશેખર (Rajeev Chandrasekhar)ને ફરી તક મળી શકે છે. સ્મૃતિ વર્ષ 2014માં ચૂંટણી હાર્યા હોવા છતાં તેમને કેબિનેટ મંત્રી બનાવાયા હતા. તેમને રાજ્યસભામાં મોકલી માનવ સંશાધન મંત્રાલય આપવામાં આવ્યું હતું. આવી જ રીતે હારેલા ઉમેદવાર મુઝફ્ફરનગરના સંજીવ બાલિયાનને પણ મંત્રી પદ મળી શકે છે.


Google NewsGoogle News