'વડાપ્રધાને પ્રારંભિક નિવેદનમાં પેલેસ્ટાઇનીઓનાં હક્કોનો ઉલ્લેખ પણ કર્યો નહીં
- યુનોમાં મતદાન ન કર્યું તે બંને ખોટું હતું'
- એ યુદ્ધ કે જ્યાં માનવતા કસોટીએ ચઢી છે : સોનિયા ગાંધી
- ધી હિન્દુ માં આપેલા એડીટોરિયલમા કોંગ્રેસ પૂર્વ પ્રમુખે લખ્યું ઇઝરાયેલ-પેલેસ્ટાઇન અંગે કોંગ્રેસનું વલણ એક સમાન જ રહ્યું છે
વડાપ્રધાને તેઓનું પ્રારંભિક નિવેદનમાં પેલેસ્ટાઇનીઓના હક્કોનો ઉલ્લેખ જ કર્યો ન હતો. તેમ લખતાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ ધી હિન્દૂમાં આપેલા એડીટોરિયલમાં વધુમાં જણાવ્યું હતું કે, યુનોમાં ભારતે મતદાન ન કર્યું તે તદ્દન ખોટું જ હતું. આ સાથે તેઓએ ઇઝરાયલ- પલેસ્ટાઇન યુદ્ધ વિષે લખ્યું કે, તે એવું યુદ્ધ છે કે જયાં માનવતા કસોટીએ ચઢી છે. સાથે લખ્યું કે
ઇઝરાયલ- પેલેસ્ટાઇન અંગે કોંગ્રેસનું વલણ વર્ષોથી એક સમાન અને સિદ્ધાંત આધારિત રહ્યું છે. કોંગ્રેસ માને છે કે સાર્વભૌમ સ્વતંત્ર સતત ટકી શકે તેમાં અને સલામત પેલેસ્ટાઇન રાજ્યની રચના થવી જ જોઈએ. જે ઇઝરાયલ સાથે શાંતિપૂર્વક રહી શકે.
તેઓએ વધુમાં લખ્યું કે, ભારતનાં વિદેશ મંત્રાલયે પણ ઓકટોબર ૧૨, ૨૦૨૩ના દિવસે (પ્રતિબદ્ધ કરેલા નિવેદનમાં) આ વલણ દર્શાવ્યું છે. ઉલ્લેખનીય તો તે છે કે ઇઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ શરૂ કર્યા પછી ભારતે પેલેસ્ટાઇન અંગેનું તેનું એ ઐતિહાસિક વલણ દર્શાવ્યું છે. (તેમ છતાં) વડાપ્રધાને તેઓનાં પ્રારંભિક નિવેદનમાં ઇઝરાયલ સાથે સંપૂર્ણ એકતા દર્શાવી પરંતુ, પેલેસ્ટાઇનીઓના અધિકારોનો કોઈ ઉલ્લેખ જ કર્યો નહીં.
કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ વધુમાં પોતાનું હૃદય ઠાલવતાં હોય તેમ લખ્યું, 'તે એ યુદ્ધ છે કે જ્યાં માનવતા કસોટીએ ચઢી છે. ઇઝરાયલનાં પાશવી આક્રમણને લીધે આપણે સર્વે સામુહિક રીતે પતન પામી રહ્યાં છીએ. પ્રશ્ન તે છે કે આપણું હૃદય હલી ઊઠે અને આપણો અંતરાત્મા જાગે તે માટે આપણે કેટકેટલા બલિદાનોની રાહ જોઈએ છીએ ?