કેન્દ્ર સરકારના મોટા પ્રોજેક્ટ્સ પર મંજૂરીની રાહ! 5 રાજ્યો થશે માલામાલ અને 55 કરોડ લોકોને થશે ફાયદો
Express Highway Projects: દેશના પાંચ રાજ્યો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે 8 મુખ્ય હાઈવેના ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. 50 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ્સથી પાંચ રાજ્યોને ફાયદો થવાનો છે. કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) એ તમામ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે.
કયા રાજ્યોને થશે ફાયદો?
હાઈવે સંબંધિત 8 દરખાસ્તોને મંજૂરી મળ્યા બાદ જે પાંચ મોટા રાજ્યોને ફાયદો થવાનો છે તે યાદીમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સામેલ છે. NHAIએ આ અંગે ડેવલપર્સ સાથે બેઠકો શરૂ કરી છે. તમામ 8 પ્રોજેક્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ પર આધારિત હશે.
પ્રોજેક્ટનું નામ |
કિલોમીટર (KM)
|
રાજ્ય |
અયોધ્યા બાયપાસ |
68 KM |
ઉત્તર પ્રદેશ |
ગુવાહાટી રીંગ રોડ |
121 KM |
આસામ |
ખડગપુર-સિલીગુડી એક્સપ્રેસવે |
516 KM |
પશ્ચિમ બંગાળ |
6 લેન આગ્રા-ગ્વાલિયર ગ્રીનફિલ્ડ હાઇવે |
88 KM |
ઉત્તર પ્રદેશ-મધ્ય પ્રદેશ |
8 લેન હાઇવે નાસિક અને ખેડ હાઇવે |
30 KM |
મહારાષ્ટ્ર |
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ 8 પ્રોજેક્ટ માટે બોલી મંગાવવાની શરૂ કર્યું છે. NHAI અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક આવેદકો એવા છે જેઓ માત્ર PPP પ્રોજેક્ટ લેવામાં જ રસ દાખવી રહ્યા છે. PPP ધોરણે ટેન્ડર માટે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ અમે ફાળવણી શરૂ કરીશું.
NHAI આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં તમામ પ્રોજેક્ટ કેબિનેટને મોકલી શકે છે. 1000 કરોડથી મોટાના પ્રોજેક્ટ હોવાથી કેબિનેટની મંજૂરી આવશ્યક છે. કેબિનેટની લીલીઝંડી બાદ હાઇવે ઓથોરિટી 3D નોટિફિકેશન બહાર પાડશે, જે બાદ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.