PM Awas Yojana: પહેલો હપ્તો મળતા જ 11 ‘પત્નીઓ’ પ્રેમીઓ સાથે ફરાર, જાણો સમગ્ર મામલો

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
PM Awas Yojana: પહેલો હપ્તો મળતા જ 11 ‘પત્નીઓ’ પ્રેમીઓ સાથે ફરાર, જાણો સમગ્ર મામલો 1 - image


PM Awas Yojana: ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે, જ્યાં સ્થાનિક રહેવાસીઓએ પીએમ આવાસ યોજનાનો હપ્તો ખાતામાં જમા ન કરવા અપીલ કરી રહ્યા છે. જેની પાછળનું કારણ આશ્ચર્યજનક છે. એક બાજુ પીએમ આવાસ યોજનાની મદદથી લાખો કરોડો લોકોને પાક્કા ઘર મળ્યા છે. જ્યારે બીજી બાજુ ઉત્તપ્રદેશના મહારાજગંજ જિલ્લામાં આ યોજનાના વિપરિત પરિણામોના લીધે લોકો હાલ હપ્તો ખાતામાં જમા ન કરવા અપીલ કરી રહ્યા છે. 

વાત એમ છે કે, અહીંના મહારાજગંજ જિલ્લામાં પીએમ આવાસ યોજનાનો હપ્તો મળતાં જ 11 ‘પત્ની’ તેમના પતિને છોડી પ્રેમીઓ સાથે ભાગી ગઈ છે. પીડિત પતિઓ હવે સરકારી કચેરી જઈ હાલ પીએમ આવાસ યોજનાનો આગામી હપ્તો ખાતામાં જમા ન કરવા અપીલ કરી રહ્યા છે અને અધિકારી પણ તે અંગે તૈયારી કરી રહ્યા છે.

શું છે વિચિત્ર કિસ્સો?

અહેવાલો પ્રમાણે, નાણાકીય વર્ષ 2023-24માં ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નિચલૌલ બ્લોકના 108 ગામોમાં 2350 લાભાર્થીની પસંદગી કરાઈ હતી. તેમાંથી 90 ટકાથી વધુના મકાનો બની ગયા છે. આ લાભાર્થીમાં મહિલાઓ પણ સામેલ છે. આ અંતર્ગત બ્લોક વિસ્તારના થુથીબારી, શીતલાપુર, ચટિયા, રામનગર, બકુલડીહા, ખેશારા, કિશુનપુર અને મેધૌલી ગામના લોકોએ પણ લાભ લીધો હતો. આ ગામોની 11 લાભાર્થી મહિલા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. પીએમ આવાસ યોજનાના પ્રથમ હપ્તા પેટે 11 મહિલાના ખાતામાં રૂ. 40,000 આવતાની સાથે જ તેઓ તેમના પતિને છોડી રૂ. 40,000 લઈ પ્રેમીઓ સાથે ભાગી ગઈ છે.

પ્રથમ હપ્તો વસૂલ કરાશે

આ યોજનાના નિયમો અનુસાર, જો કોઈ લાભાર્થી પીએમ આવાસ યોજના હેઠળ મળેલી રકમનો ઉપયોગ અન્ય જગ્યાએ કરે, તો આવી સ્થિતિમાં સરકાર પાસે પૈસા વસૂલવાનો અધિકાર છે. આ જ કારણસર પત્નીઓ પ્રેમીઓ સાથે ભાગી ગઈ હતી. સ્થાનિક તંત્રે હવે તેમની પાસેથી પૈસા વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી છે.

અગાઉ પણ આ પ્રકારના કિસ્સા

આ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ પીએમ આવાસનો પ્રથમ હપ્તો લઈ બારાબંકી જિલ્લાની નગર પંચાયત બેલહારા, બાંકી, ઝૈદપુર અને સિદ્ધૌરની ચાર મહિલા લાભાર્થીઓ ફરાર થઈ હતી. પીએમ હાઉસિંગ માટે રૂ. 50,000નો પ્રથમ હપ્તો મળતાં જ તે તેના પ્રેમીઓ સાથે ભાગી ગઈ હતી. નગર પંચાયત ફતેહપુરની બે મહિલાઓ પણ પીએમ આવાસ યોજનાના લાભાર્થી હતી. પહેલો હપ્તો મળતા જ આ બંને મહિલાઓ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો

1 - ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કાયમી મકાનો આપવા.

2 -  પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે.

3 - યોજનામાં આવક પ્રમાણે લોન અને લોન સબસિડી આપવામાં આવે છે.



Google NewsGoogle News